Western Times News

Gujarati News

વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો તથા ખેડૂતોને પાકની સહાય ચૂકવવા સરકાર સતત પ્રયત્નશીલ

પ્રતિકાત્મક

અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને “બાઈનંદા કેસ”ની માર્ગદર્શિકા મુજબ અથવા રૂ.ચાર લાખ બંનેમાંથી જે મહત્તમ રકમ હોય તે મુજબ સહાય

ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો, પશુ મૃત્યુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને “બાઈનંદા કેસ”ની માર્ગદર્શિકા મુજબ અથવા રૂ. ચાર લાખ બંનેમાંથી જે મહત્તમ રકમ હોય તે મુજબ સહાય ચૂકવાય છે.

આજે વિધાનસભા ખાતે વીજ કરંટથી નાગરિકો, પશુમૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, નાગરિકોના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનો કસૂર પુરવાર થતો હોય કે ન થતો હોય પરંતુ જો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપનીની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે, નાગરિકોના કિસ્સાઓમાં સંબંધિત વીજ કંપની દ્વારા વળતર ચુકવણીની પાત્રતા ધરાવતા અસર ગ્રસ્ત વ્યક્તિઓના કિસ્સામાં બાકીનું વળતર મુખ્ય વિધુત નિરીક્ષકના અહેવાલ આવ્યા બાદ “બાઈનંદા કેસ”ની માર્ગદર્શિકા મુજબ અથવા રૂ. ચાર લાખ બંનેમાંથી જે વધુ થતું હોય તે મુજબ સહાય અપાય છે. છેલ્લા બે વર્ષમાં એક કેસમાં મહત્તમ રૂ. ૧૨ લાખની સહાય ચૂકવી દેવાઈ છે. અકસ્માતમાં નાગરિક શરીરનો અંગ ગુમાવે અને કાયમી ખોડખાંપણ આવે તો તેવા કિસ્સાઓમાં સહાય ચૂકવવામાં આવતી નથી.

તેમણે ઉમેર્યું કે, વીજ કંપનીના નેટવર્કના વીજ અકસ્માતને કારણે થતા પાક નુકસાનની પેટે વીજ વિતરણ કંપનીઓ દ્વારા વાસ્તવિક થયેલ નુકસાનની રકમ ચૂકવણી સંદર્ભે ઉભા પાકના કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના ૮૦ ટકા અને ખેતરમાં લણીને મૂકેલા પાકના કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના ૯૦ ટકાના દરે નજીકના APMC માર્કેટના પ્રવર્તનમાન  દર મુજબ “પાક વીમા” પોલિસીની શરતોને આધીન નિયત મહત્તમ સહાય મર્યાદામાં ચૂકવાય છે. વીજ વિતરણ કંપનીઓ દ્વારા વર્ષ ૨૦૧૪ થી પાક નુકસાનની ચુકવણી માટે “પાક વીમો” લેવામાં આવે છે અને તેને દર વર્ષે રીન્યુ કરવામાં આવે છે.

તેમણે ઉમેયું કે, પ્રાણીઓના પ્રાણ ઘાતક અકસ્માતના કિસ્સાઓમાં વિવિધ દૂધાળા સંવર્ગના પ્રાણીઓ માટે રૂ. ૩૦૦૦ થી લઈને રૂ. ૩૦,૦૦૦ની સહાય વળતર પેટે ચૂકવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.