બે મહિનામાં ઘણા બધા સિતારાઓ કરશે લગ્ન
મુંબઈ, બોલીવુડ અને ટેલિવુડના સિતારાઓ માટે આવી ગઈ છે વેડિંગ સિઝન. આગામી બે મહિનામાં તો ઢગલાંબંધ સિતારાઓ કરવાના છે લગ્ન. ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી બોલીવુડની ઘણી હસ્તીઓ લગ્નગ્રંથિથી જોડાઈ જશે. ઘણાં આ વાતનો પોતે સ્વીકાર કરીને જાહેરાત કરી છે તો ઘણાં એ જમાનાથી છુપાવીને આપ્યાં છે સંકેત. જાણો મનોરંજન ક્ષેત્રની હસ્તીઓમાંથી આગામી બે મહિનામાં કોણ કોણ કરવાનું છે લગ્ન.
એકતા કપૂરની સિરિયલમાં નાગીન બનનારી અભિનેત્રી સુરભિ જ્યોતિ સુમિત સુરી સાથે માર્ચમાં લગ્ન કરશે. ૬ અથવા ૭ માર્ચે આ કપલના લગ્ન નક્કી કરાયા છે. જોકે, હજુ સત્તાવાર કપલે કોઈ જાહેરાત નથી કરી.
બોલીવુડના ફેમસ લવબર્ડમાંથી એક એટલે રકુલ પ્રીત સિંહ કોર અને જૈકી ભગનાની. આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા ફરશે. સાઉથ ગોવાની હાઈફાઈ હોટેલમાં આ લગ્ન સમારોહ યોજાશે. બોલીવુડની હસ્તીઓ અને અંગત મિત્રો આપશે હાજરી.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ કપલ પણ આગામી બે મહિનામાં લગ્નની તૈયારીમાં છે. વેલેન્ટાઈન ડે પર સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો. જોકે, લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી.
આગામી બે માર્ચના રોજ સુરભિ ચંદના અને કરણ શર્મા લગ્નગ્રંથિથી જોડાશે. સુરભિ ચંદનાએ હાલમાં જ પોતાની રોકા સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સુરભી છેલ્લાં ૧૩ વર્ષથી પોતાના બોયફ્રેન્ડ કરણને ડેટ કરતી હતી. હવે બન્ને લગ્ન કરી રહ્યાં છે.
બિગ બોસ ઓટીટી-૧ની વિજેતા દિવ્યા અગ્રવાલ અપૂર્વ પડગાંવકર સાથે મુંબઈમાં પોતાના ચેમ્બૂર સ્થિત ઘરે આગામી ૨૦ ફેબ્રુઆરીના રોજ સાદગીથી લગ્ન કરશે. સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત.SS1MS