શરદી, તાવ અને ઉધરસના દર્દીઓનો હોસ્પિટલમાં ધસારો
ભિલોડા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં મિશ્ર ઋતુનો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે. જિલ્લાભરમાં એક તરફ લગ્નસરાની સિઝન પુરબહાર ખિલી ઉઠી છે બીજી તરફ કયારેય કયારેય વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેતા ઠંડી અને ગરમીનો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે.
વાઈરલ બિમારીઓનું પ્રમાણ એકા-એક વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. વહેલી સવારે અને રાત્રી દરમિયાન ફુલગુલાબી ઠંડીનો ચમકારો અને ભર બપોરે આંશિક ગરમીનો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે.
ગ્લોબલ વો‹મગની વિપરીત અસરો વર્તાતા કયારેય ઠંડી તો કયારેય ગરમીનો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો છે. ભરબપોરે ગરમીનો અહેસાસ થતા પ્રજાજનોને પંખા શરૂ કરવાની ફરજ પડે છે. વાઈરલ ફીવરનું પ્રમાણ એકા-એક વધતા અનેક હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. હાલના તબકકે વાદળછાયું મિશ્ર વાતાવરણ રહેતુ હોય શરદી, કફ, ઉધરસ, તાવ સહિત વાઈરલ બિમારીઓનું પ્રમાણ એકાએક વધ્યું છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જયાં અસહ્ય ગંદકીનું સામ્રાજય છે ત્યાં દિન-પ્રતિદિન મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મિશ્ર ઋતુનો પ્રભાવ યથાવત રહેશે તો આગામી સમયમાં વાઈરલ બિમારીઓનું પ્રમાણ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.