રોકડિયા પાક તરફ વળ્યાં ખેડૂતો, વર્ષે અઢળક કમાણી
અમરેલી, અમરેલી જિલ્લાના કુકાવાવ, વડીયા, બગસરા, બાબરા તાલુકાના ખેડૂત શાકભાજી અને બાગાયતી ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે. બરવાળા બાવીશી ગામના ખેડૂતે ખીરા કાકડી વાવેતર કર્યું છે. અને લાખોનું ઉત્પાદન મેળવ્યું. છે.
સાડા સાત વિઘામાં નેટ હાઉસ અને ગ્રીન હાઉસ તૈયાર કર્યું છે. આ હાઉસમાં ખીરા કાકડીનું વાવેતર કરી રહ્યાં છે. ચાર માસ સુધી કાકડીનું ઉત્પાદન થાય છે. એક સીઝનમાં ૨૬ લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે. આવી વર્ષમાં બે સીઝન લે છે. બરવાળા બાવીશીનાં ખેડૂત રજનીભાઈ મધુભાઈ નાકરાણીની ઉંમર ૪૮ વર્ષની છે અને અભ્યાસ ૧૨ પાસ સુધી કરેલો છે. ખેડૂત પાસે ૯૦ વીઘા જમીન છે.
જમીનમાં સાડા સાત વિઘામાં નેટ હાઉસ અને ગ્રીન હાઉસ તૈયાર કર્યું છે. જેના ત્રણ પ્રોજેક્ટમાં કાકડીનું વાવેતર કર્યું છે. કાકડીનું ૪ માસ સુધી ઉત્પાદન આવે છે અને સારી એવી કમાણી કાકડીમાંથી થાય છે. એક ગ્રીન હાઉસ અને બે નેટ હાઉસના પ્રોજેક્ટ છે.
ટોટલ સાડા સાત વીઘામાં આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એક પ્રોજેક્ટ તૈયાર કરવા પાછળ ૨૪ થી ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ચાલુ વર્ષે કાકડીની બે સીઝન લેવામાં આવે છે. એક સીઝનનું ૨૪ થી ૨૬ લાખનું ઉત્પાદન થાય છે. કાકડીનું ૮ મહિનામાં ૪૮ થી ૫૫ લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે. જેમાં ૫૦% મજૂરી ખર્ચ અને મહેનતનો બાદ કરતા આશરે ૨૨ થી ૨૫ લાખ રૂપિયાનો નફો થાય છે.SS1MS