બ્લેક સાડીમાં આલિયા ભટ્ટે આપ્યા મસ્ત પોઝ
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ એની ખૂબસુરતી અને દમદાર એક્ટિંગ માટે જાણીતી છે. આલિયા પર અનેક લોકો ફિદા છે. અદાકાર આ સમયે ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી ટોપ એક્ટ્રેસ માટે જાણીતી છે. આલિયા ભટ્ટ બેક ટૂ બેક હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
હાલમાં આલિયા ભટ્ટની અપકમિંગ વેબ સિરીઝ પોચરના પ્રમોશન માટે લંડન ગઇ હતી. જ્યાં એક્ટ્રેસે બ્લેક સાડી પહેરી હતી. બ્લેક સાડી આલિયાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. લંડનમાં પોચરનું સ્પેશિયલ પ્રીમિયર રાખવામાં આવ્યુ હતુ જ્યાંથી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે. લેટેસ્ટ તસવીરોમાં આલિયા ભટ્ટ બ્લેક સાડીમાં જોવા મળી રહી છે. બ્લેક સાડીમાં આલિયા કિલર પોઝ આપી રહી છે.
આ કિલર પોઝથી ફેન્સ ઘાયલ થઇ ગયા છે. જો કે આ તસવીરો સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ ગઇ છે. એક્ટ્રેસની આ તસવીરો જોઇને ફેન્સને એની બ્લોકબસ્ટર મુવી ગંગુબાઇની યાદ આવી ગઇ. આલિયા ભટ્ટે બ્લેક સાડીમાં પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હેવી પર્લ સેટ પહેર્યો હતો.
આ પર્લ સેટ એક નજરે જોતાની સાથે ગમી જાય એવો છે. આ સાથે આલિયાએ કાનમાં મેચિંગ ઇયરરિંગ્સ પહેરી છે જે એની સુંદરતામાં વધારો કરે છે. પોચર ફિલ્મના લંડન પ્રીમિયરની વચ્ચે એક્ટ્રેસ આલિયા ભટ્ટ એની બહેન શાહિનની સાથે ખૂબ મસ્તી કરી હતી. આ તસવીર પુરાવો છે. આલિયા ભટ્ટ માતા સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટની સાથે એની અપકમિંગ વેબ સિરીઝ પ્રિમીયર માટે પહોંચી હતી.
જ્યાં આ ત્રણેય લોકોએ પરફેક્ટ ફોટો ક્લિક કરાવ્યો. આ ક્રાઇમ સિરીઝ મુખ્ય રૂપે મલયાલમ, હિન્દી અને અંગ્રેજીમાં છે. પોચર ૨૩ ફેબ્રુઆરીના રોજ ભારત અને દુનિયાભરના ૨૪૦થી વઘારે દેશો અને ક્ષેત્રોમાં વિશેષ રૂપથી પ્રાઇમ વિડીયો પર આનું પ્રીમિયર કરવામાં આવશે. આ અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં હશે. આ સાથે ૩૫થી વધુ ભાષાઓમાં ઉપશીર્ષક હશે.SS1MS