દિકરા આર્યનની બ્રાન્ડ માટે શર્ટલેસ થયો શાહરુખ ખાન
મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને વર્ષ ૨૦૦૩માં દિકરા આર્યન ખાનને બ્રાન્ડ ડી યાવોલ એક્સનો સ્વેટશર્ટ લોન્ચ કર્યુ હતુ. શાહરુખે આ બ્રાન્ડનું પ્રમોશન પોતાના સોશિયલ મિડીયામાં ખૂબ કર્યુ છે. આ બ્રાન્ડ શાહરુખના દિકરા આર્યન ખાનની છે.
જો કે આ વાતને લઇને શાહરુખ ખાને એક વિડીયો શેર કર્યો છે જેમાં ડી યાવોલ એક્સનો શોરૂમ મંબઇમાં હવે ક્યાં ખુલી રહ્યો છે એ વિશે જણાવ્યુ છે. આર્યન ખાનની લક્ઝરી બ્રાન્ડ ડી યાવોલ એક્સ શોરૂમ મુંબઇ એરપોર્ટ પર ખુલી રહ્યો છે. શાહરુખ ખાને આ વિશેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે. આ દરમિયાન જે વિડીયો શેર કર્યો છે એમાં શાહરુખ ખાન શર્ટલેસ નજરે પડી રહ્યો છે.
આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. શાહરુખ ખાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં આર્યન ખાનની બ્રાન્ડ ડી યાવોલ એક્સના નવા શોરૂમની ઝલક બતાવી છે. આના કેપ્શનમાં શાહરુખે લખ્યુ છે કે, મુંબઇ એરપોર્ટ પર આ જોવા માટે ઉત્સુક છે.
નવી લાઇફસ્ટાઇલ સંબંધીત વસ્તુઓ જલદી સામે આવવાની છે, મને નવા કાર્ગો પસંદ છે. આમ, તમને જણાવી દઇએ કે મુંબઇ એરપોર્ટ પર જે શોરૂમ ખુલશે એમાં શાહરુખ ખાનની શર્ટલેસ તસવીર જોવા મળશે. આ વસ્તુ તમે વિડીયોમાં જોઇ શકો છો. આર્યન ખાને પોતાના કરિયરની શરૂઆત બિઝનેસમેન તરીકે કરી છે.
જો કે એક વેબ સિરીઝની કહાની પણ લખી ચુક્યો છે જેનું નિર્દેશન રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કંપની હેઠળ કરશે જે એના ફાધર શાહરુખ ખાનની છે. ૨૬ વર્ષના આર્યન ખાને કેલિફોર્નિયા સાઉથર્ન યુનિવર્સિટીમાંથી સ્ટડી કરી છે અને હવે એનો બિઝનેસ શરૂ કર્યો છે.
મિડીયા રિપોર્ટ્સ અનુસાર આર્યન ખાન એક્ટિંગની દુનિયાથઈ દૂર રહેશે પરંતુ કેમેરાની પાછળ નિર્દેશક અને લેખક તરીકે જરૂર નજરે પડશે. શાહરુખની વાત કરવામાં આવે તો ૯૦ના દશકમાં બોલિવૂડમાં ડેબ્યુ કરનાર કિંગ ખાન આજે ટોપ એક્ટર્સમાંથી એક છે. વર્ષ ૨૦૨૩માં એની ત્રણ ફિલ્મો પઠાન, જવાન અને ડંકીએ ૨૬૦૦ કરોડથી પણ વધારે બિઝનેસ કર્યો હતો.SS1MS