કાનનો સડો મગજ સુધી પહોંચી ગયોઃ ઓપરેશન કરી દુર કરાયો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત યુવાનનું સિવિલમાં ઓપરેશન કરાયું-ગાંધીનગરમાં યુવાનના કાનનું ઓપરેશન કરી મગજ સુધી પહોંચેલા સડાને દૂર કરાયો
ગાંધીનગર, દેશભરના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ગંભીર રોગો સામે ત્વરિત વિનામુલ્યે સારવાર મળી રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે કાર્યાÂન્વત કરી છે. આ યોજના હેઠળ રૂપિયા દશ લાખની કેશલેસ સારવાર અપાય જે સાચા અર્થમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.
વિજાપુરના ર૦ વર્ષીય યુવાનને બંને કાનમાં જન્મથી રસી આવતી હતી તે માટે તેણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ચેકઅપ કરાવ્યુ હતું ત્યારે ડો. યોગેશ ગજજર (પ્રાધ્યાપક તથા વડા)એ દર્દીને ઈ.એન.ટી. વિભાગમાં દાખલ કરી કાન અને મગજનો સી.ટી. સ્કેન કરાવ્યો હતો. તેના બીજા દિવસે પ્રથમ ઓપરેશન કર્યુ હતું જેમાં ડાબા કાનની પાછળ ભરાયેલા પરૂને સર્જરી કરીને પ૦-૬૦ એમએલ પરૂ કાઢવામાં આવ્યું હતું
ત્યારબાદ લગભગ ૬ દિવસ હેવી એન્ટિબાયોટિક આપી હતી અને પછી કાનના સડાનું ફાઈનલ ઓપરેશન કરાયું હતું જેમાં તમામ સડેલ હાડકી અને મગજની, કાનની બાજુ થયેલી બીમારીને દૂર કરી હતી. દર્દીનું આ ઓપરેશન ડો. યોગેશ ગજજરે કર્યું હતું. એનેસ્થેટીક તરીકે ડો. શોભનાબેન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ડો ધારાબેન અને તેમની ટીમે સેવા આપી હતી. હાલ દર્દીની હાલત સ્થિર છે.