ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ હવે “ન્યાયધર્મ” એકલા હાથે કયાં સુધી નિભાવી શકશે ?!
ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ હવે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદના મૂલ્યોની રખેવાળી કરતા -કરતા “ન્યાયધર્મ” એકલા હાથે કયાં સુધી નિભાવી શકશે ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે !! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! હજુ લોકોને ‘ન્યાય મંદિર’ પરથી ભરોસો ડગી ગયો નથી !! કારણ કે કોઈ અધર્મ થાય છે, અનૈતિકતા સર્જાય છે કે પછી અન્યાય થાય છે ત્યારે લોકો ‘અદાલતોના દરવાજા ખટખટાવે છે’!! મંદિરના મહંતો અને સંતો પણ ‘ન્યાય મંદિર’ માં ન્યાય લેવા દોડે છે !! કેમ આવું છે ?!
CBI ખોટું કરે તો લોકો નેતાઓ પાસે જતાં નથી ન્યાયાધીશો પાસે જાય છે !! ગીફટ સીટીમાં દારૂની છુટ અપાય તો ધાર્મિક નેતાઓ કશું બોલતા નથી લોકો ગુજરાત હાઈકોર્ટ પાસે ગયા છે ?! ભ્રષ્ટાચારનો લોકો ભોગ બને છે તો સરકાર પાસે લોકો જતા નથી સીધા અદાલત પાસે જાય છે !! હાલમાં ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ વાળી બંધારણીય બેન્ચે ઈલેકટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય ઠરાવી સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ‘રાજકીય પક્ષોને ગુપ્ત દાન એ ભારતના મતદારો સાથે વિશ્વાસઘાત છે’ !!
આજે આટલા બધાં સાંપ્રદાયિક ધર્માે !! આજે આટલા બધાં ધર્મગુરૂઓ છે !! આજે આટલા બધાં નેતાઓ છે છતાં ભ્રષ્ટાચાર, ગુન્હાખોરી, અનૈતિકતા, વ્યસનખોરી અને દુરાચારે માજા મુકી છે !! ત્યારે એક માત્ર ન્યાયતંત્ર પર ભારે જવાબદારી આવી પડી છે !! આ દેશનું શું થશે ? એ ‘આર્ટીિફશીયલ બુધ્ધિજીવીઓ’ પણ વિચારી શકતા નથી ?! ન્યાયતંત્ર એકલા હાથે શું કરશે ?! જયારે દરેક ધર્મના ભગવાનો લોકોના ‘હૃદયમાં વસતા નથી’ ?!! કે શું ????! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
“ન્યાય મંદિર” એકલું જ બચ્યુ છે પણ એ વેન્ટીલેટર પર ના આવી જાય તેનું ધ્યાન બુધ્ધિજીવી વકીલોએ રાખવું પડશે ?!
અમેરિકાના સાતમાં પ્રમુખ જહોન કોલ્હને કહ્યું છે કે, ‘આઝાદી મેળવવા કરતા આઝાદી જાળવી રાખવી વધારે કઠિન છે’!! જયારે અમેરિકાના જ પ્રમુખ ડેવીડ બેન-ગુરિયને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય સ્વાતંત્ર્યનું વહાણ નૈતિકતા અને બૌÂધ્ધક સ્વાતંત્ર્ય વિના કાંઠે લંગારી ન શકે’!! આ ધરતી પર ‘ન્યાયધર્મ’, ‘રાજધર્મ’ અને ‘સાંપ્રદાયિક ધર્માે’ અÂસ્તત્વ ધરાવે છે
પરંતુ ગંભીરતાથી વિચારીએ તો ન્યાયધર્મની કર્તવ્ય પરાયણતા પર જ ‘રાજધર્મ’ અને સાંપ્રદાયિક ‘ધર્માે’ ટકયા છે !! કારણ કે, ‘રાજધર્મ’ તેના ઉપર અંકુશ રાખે છે અને સાંપ્રદાયિક ધર્માેમાં અંધશ્રધ્ધા પ્રવેશે તો પણ ‘ન્યાયધર્મ’ કુદરતી ન્યાયના સચોટ સંદેશાનો ‘આત્મસાદ’ કરાવે છે !! માટે લોકશાહી દેશોમાં ‘ન્યાયમંદિરો’ ના હોય તો ‘માનવતા’ નો ઈતિહાસ ભુસાઈ જવાની શકયતા નકારી ન શકાય !!
મહાત્મા ગાંધી, સરદાર પટલ અને સ્વામી વિવેકાનંદ શું કહે છે ? અને આજના રાજનેતાઓ શું કહે છે ? રાજકારણમાં શું હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા હોય છ ?! આર્ટીિફશીયલ બુÂધ્ધજીવીઓ શું વિચારે છે ?!
મહાત્મા ગાંધીએ અદ્દભૂત કહ્યું છે કે, ‘આંખ સામે આંખ, એવા વેરનો અંત ત્યારે જ આવી શકે જયારે આખી દુનિયા અંધ થઈ જાય’!! ગાંધીએ એક બાઈને એક સાડી ધોઈને સૂકવીને ફરી એ જ સાડી પહેરતા જોયા તો મહાત્મા ગાંધીએ જીવન પર સાદગી સાથે જીવ્યા અને એક માત્ર પોતડી પહેરી ?! મહાત્મા ગાંધીએ કહ્યું કે, ‘વિશ્વના તમામ મહાન ધર્માેના પાયામાં રહેલા ‘સત્ય’ ને હું માનું છું એટલે જે ધર્મ, માનવતાને પ્રસરાવતો ન હોય એ ધર્મ શેનો ?!’
અને મહાત્મા ગાંધી કહેતા હતા કે, ‘મારૂ જીવન એ જ મારો સંદેશો છે’!! ભારતના આજના કેટલાક નેતાઓ ‘ગાંધી’ ને સગવડીયા યાદ કરે છે તેના પર પ્રવચન કરે છે ! પરંતુ ‘હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા’ એવું આજકાલ ચાલે છે !! રાજકારણમાં સાદગી અને સૈધ્ધાન્તિકતાનો ‘મૃત્યુ ઘંટ’ વાગી ગયો છે !!
આઝાદ ભારતના નકશીગાર અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ શેરદિલ ઈન્સાન હતાં અને મહાત્મા ગાંધીના મૂલ્યો અને આદર્શાેનું પ્રમાણિકપણે પાલન કરતા હતા તેમના જીવન માનવીય સિધ્ધાંતો પર આધારિત હતું ‘સત્તાની રાજનિતિ’ થી ઉંચાં ઉઠીને જીવનારા મહામાનવ હતાં તેમની તોલે આજે કોણ છે ?!
મહાત્મા ગાંધીની સાદગી કયાં છે ?! સરદાર જેવું શેરદિલ કયાં છે ?! અને સ્વામી વિવેકાનંદ જેવો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ કયાં છે ?!
સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે, ‘નિતિ અને ધર્મના ત્રાજવે સુરક્ષા ન તોળાય’!! સરદાર વલ્લભભાઈ પટેલના મહાન વ્યક્તિત્વને સમજવા આ એક જ દાખલો પુરતો છે !! સરદાર પટેલ
નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીશ્રી હતાં ત્યારે તેમણે તેમનું કર્તવ્ય અદ્દભૂત રીતે નિભાવેલું ‘ભારત – પાકિસ્તાનના ભાગલા’ સમયે મુસ્લિમ નિર્વાિસતોથી ભરેલી ટ્રેન દિલ્હીથી રાવલપિંડી જઈ રહી હતી અમૃતસર સ્ટેશનેથી પસાર થવાની હતી અને શિખો હથિયારો સાથે ઉભા હતાં સરદાર ત્યાં પહોંચી ગયા અને સરદાર સાહેબે કહ્યું ‘થોડા વર્ષાે પહેલા આજ શહેરમાં એક સ્મારક ઉભુ કરવા હું આવ્યો હતો !! જલિયાનવાલા બાગ જેમાં દેશની આઝાદી માટે સામે ચાલીને મોતને ઘાટ ઉતાર્યા હતાં તેમાં માત્ર શીખો નહોતા હિન્દુઓ અને મુસ્લીમો મોટી સંખ્યામાં હતાં’!!
સરદારે કહ્યું ‘રોષનું શમન જો આ રીતે હજારો નિર્દાેષોની કતલ કરવાથી કરીશું તો જલિયાનવાલા બાગમાં જે શહીદો થયા તેઓના શું આપણે સુપાત્ર વારસદારો ગણાઈશું ખરા ?!’ ગુરૂ ગોવિંદે તમારા હાથમાં શસ્ત્રો આપ્યા તેનો ઉદ્દેશ ધર્મનું રક્ષણ કરવાની નિર્દાેષ બાળકો, સ્ત્રીઓની હત્યા કરવી નહીં !! અને ટ્રેન નિર્વિધ્ને પસાર થઈ ગઈ !! આ હતો સરદાર સાહેબનો દ્રષ્ટિકોણ !! આ છે સરદારની વિચાર ધારા !! આજે કેટલા નેતાઓમાં આ જોવા મળે છે ?!
મહાન ભારતના પ્રણેતા અને યુવાનોના માર્ગદર્શક અને પ્રગતિશીલ આધ્યાÂત્મકતાના પથદર્શક સ્વામી વિવેકાનંદનું જીવન જ એક ઉપદેશ હતો !! આજે નેતાઓ શાબ્દિક રીતે યાદ કરી ફકત આનંદ માણે છે !!
સ્વામી વિવેકાનંદ કહેતા હતાં કે, ‘સત્ય માટે બધું જ છોડી શકાય છે, પણ સત્યને કોઈપણ ચીજ માટે છોડી શકાય નહીં તેનું બલિદાન આપી શકાય નહીં’!! દુનિયાના લોકોને મજબુત બનાવવાની પ્રેરણા શ્રી સ્વામી વિવેકાનંદે આપી હતી !! સાદગી, સરળતા અને નૈતિકતાનું બીજું નામ સ્વામી વિવેકાનંદ છે !! તેઓ યુવાનોના માર્ગદર્શક અને ફિલોસોફર હતાં !! આજે આવા સંતો કેટલા ?!
આજે દુનિયામાં પણ આપણને રાજકીય નેતાઓ અને ધાર્મિક નેતાઓ જોવા મળે પરંતુ ધર્મગુરૂ બહું ઓછા જોવા મળશે આ છે આજની દુનિયાની પરિસ્થિતિ તેમાંથી દુનિયાને કોણ બહાર લાવશે ?! હા એક જગ્યા છે જેના પર લોકાને આજે પણ ભરોસો છે અને એ છે ‘ન્યાયમંદિર’!!