યોદ્ધાના ટીઝરમાં સિદ્ધાર્થ મલ્હાત્રાનો એક્શન અવતાર
મુંબઈ, બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હાત્રાની અપકમિંગ ફિલ્મ યોદ્ધા મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ફિલ્મના નામથી જ આ મુવી કેવી દમદાર હશે એનો તમે અંદાજો લગાવી શકો છો. જો કે હાલમાં ફ્રેન્ડ્સ આ મુવી ક્યારે રિલીઝ થશે એની રાહ જોઇ રહ્યા છે.
એવામાં હાલમાં ફિલ્મ મેકર્સે ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે, જે જોઇને તમે ફિદા થઇ જશો. આ ટીઝર જોઇને ફેન્સમાં ખલબલી મચી ગઇ છે. હાલમાં આ ટીઝર સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. યોદ્ધાના ટીઝરમાં સિદ્ધાર્થ તાબડતોડ એક્શન અને ફાઇટ કરતો જોવા મળી રહ્યો છે.
ટીઝરની શરૂઆત એક પ્લેનના હાઇજેકથી થાય છે. જ્યાં ઘાંસૂ સ્ટાઇલમાં સિદ્ધાર્થ મલ્હાત્રા કમાન્ડો તરીકે એન્ટ્રી લે છે અને પછી દુશ્મનોનો પરસેવો છોડાવતા જોવા મળે છે. યોદ્ધના ટીઝરમાં જ્યાં એક બાજુ સિદ્ધાર્થ મલ્હાત્રા આંતકીઓની સાથે જબરજસ્ત એક્શન કરતા જોવા મળી રહ્યો છે. દિશા પટની આમાં એર હોસ્ટસની ભૂમિકામાં જોવા મળી છે. ટીઝરમાં એની માત્ર એક ઝલક જ જોવા મળે છે.
પરંતુ એક્ટ્રેસની એક ઝલક એટલી જોરદાર છે કે ફેન્સને જોવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ ગયુ છે. ફેન્સ યોદ્ધાના ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને ૧૩,૦૦૦ કં ની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આમ, તમને જણાવી દઇએ કે બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ યોદ્ધાનું ટીઝર જોયા પછી ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા છે.
આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મ યોદ્ધા ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા સિવાય દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શન ફિલ્મ યોદ્ધા હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્રારા નિર્મિત છે.SS1MS