Western Times News

Gujarati News

બડે મિયાં છોટે મિયાંનું ટાઇટલ ટ્રેક રિલીઝ

મુંબઈ, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં’ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના પ્રમોશન માટે એક્ટર અનેક ઘણી તૈયારીઓ કરી રહ્યા છે. ફિલ્મનું ટિઝર રિલીઝ થઇ ગયુ છે જેમાં મનોરંજન, રોમાન્સ અને હાઇ ઓક્ટેન એક્શન જોવા મળી રહી છે.

હવે મેકર્સે ફિલ્મનું ટાઇટર ટ્રેલ રિલીઝ કરી દીધુ છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોન્ગમાં બન્ને સ્ટાર્સ એમના કુલ અંદાજમાં જોવા મળી રહ્યા છે. જો કે રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. બડે મિયાં છોટે મિયાંનું ટાઇટલ ટ્રેક એક પાર્ટી એન્થમ થીમ છે, જેમાં અક્ષય કુમાર અને ટાઇગર ઓન સ્ક્રીન બ્રોમાંસ કરતા નજરે પડી રહ્યા છે. બન્ને પોતાના કુલ અંદાજથી લોકોનું દિલ જીતી લીધુ છે.

આમ, અક્ષય-ટાઇગરની ફિલ્મના ટાઇટલ ટ્રેકની લાઇન ‘બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ’. વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મના ઓરિજનલ ગીતમાંથી લેવામાં આવ્યુ છે. આ ટાઇટલ ટ્રેક રિલીઝ થયા પછી ફેન્સે જ્યારથી જોયુ ત્યારથી લોકોમાં ફુલ એક્સાઇમેન્ટ વધી ગયુ છે. જ્યારે વિશાલ મિશ્રાએ આ ગીતને કમ્પોઝ કર્યુ છે. આ ગીતના શબ્દો ઇરશાદ કામિલે લખ્યા છે.

આ મ્યુઝિક વિડીયોમાં અક્ષય અને ટાઇગરે ગ્રીન ખાખી આઉટફિટમાં ગજબનો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે.

ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ.

આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ ૨ શામેલ છે. સેલ્ફી પડદા પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી ૨ને ફેન્સને અઢળક પ્રેમ મળ્યો. આમ, અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો વેલકમ ટૂ જંગર, હેરા ફેરી ૩ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.