Western Times News

Gujarati News

અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછત

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછતના અતિ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અધિકારીથી કર્મચારીઓ સુધીના સ્ટાફની અતિ મોટી અછત વર્તાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના પદ ખાલી હોવાનું પણ સામે આવ્યું છે. બંને પદ હાલ ઇન્ચાર્જ અધિકાઓના ભરોસે ચાલી રહ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છેકે, હાલ અમદાવાદ ફાયરબ્રિગેડમાં ૮૮૦ મંજૂર મહેકમની જગ્યાએ માત્ર ૫૪૫નો સ્ટાફ જ ઉપલબ્ધ છે. મેગાસિટી અમદાવાદ ફાયરબ્રગિડેના સ્ટાફમાં ૩૩૫ કર્મચારીઓ-અધિકારીઓની જગ્યા ખાલી છે.

એક તરફ એએમસીની હદ ૪૬૬ ચો.કીમી થી વધી ૫૦૪ ચો.કીમી થઇ, છતા સ્ટાફ મુદ્દે ગંભીર બેદરાકારી જોવા મળી રહી છે. શહેરમાં સતત બનતા આગ સહીતના ઇમરજન્સી બનાવોમાં સતત વધારો થઈ થઇ રહ્યો છે.

એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુંકે, અમદાવાદ મનપાનું તંત્ર સાવ ખાડે ગયું છે. ખાસ કરીને ફાયર બ્રિગેડમાં સ્ટાફની મોટી અછત છતા ભરતી કરાતી નથી.

૫૦૦ ચોરસ કીલોમીટર કરતા વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ શહેરની હદમાં હાલમાં ૧૭ ફાયર સ્ટેશન કાર્યરત છે. ત્યારે જેટલી ઓછી સંખ્યમાં સ્ટાફ છે તેને લઇને વિપક્ષે એએમસી તંત્રને આડે હાથે લીધુ છે. તો આ તરફ ભાજપી શાષકો દ્વારા એજ ઝડપથી જગ્યા પુરવાનો પ્રયત્ન કરાશે એવી જુની ટેપ વગાડવામાં આવી રહી છે.

એક તરફ સતત વધી રહેલો અમદાવાદનો વિસ્તાર. બીજી તરફ મંજૂર મહેકમની સામે નજીવા સ્ટાફ સાથે ઝઝુમી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ. ત્યારે જોવાનુ એ રહે છેકે નિર્ણાયક શાષનની વાત કરતા ભાજપી શાષકો આ મામલે ક્યારે સ્ટાફ અછતની ફરીયાદ દૂર કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.