Western Times News

Gujarati News

UKએ હવે ભારતીયો માટે ૩૦૦૦ વિઝા સ્લોટ ખોલ્યો

લંડન, ભારતીયોમાં જે રીતે અમેરિકાના વિઝાની ભારે ડિમાન્ડ રહે છે, તેવી જ રીતે યુકેના વિઝા માટે પણ ભારતીયો બહુ પ્રયાસ કરતા હોય છે.

યુકેએ હવે ભારતીયો માટે ૩૦૦૦ વિઝા સ્લોટ ઓપન કર્યા છે. આ વિઝા માટે બેલેટ સિસ્ટમથી પસંદગી કરવામાં આવશે અને તેમાં કોઈ વધારાની ફી ભરવી નહીં પડે. ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ આ સ્લોટ ઓપન કરવામાં આવ્યા છે.

યુનાઇટેડ કિંગડમ હાલમાં એક નવી બેલેટ સિસ્ટમ દ્વારા ભારતીય પ્રોફેશનલ લોકોને ૩,૦૦૦ વિઝા ઓફર કરી રહ્યું છે. તેની મદદથી યુકેમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવા અથવા અભ્યાસ કરવાની મંજૂરી મળશે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશને ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની જાહેરાત કરી હતી.

આ સ્કીમ ખાસ કરીને ૧૮-૩૦ વર્ષની વયના ભારતીય નાગરિકો માટે છે. પોત પોતાના પ્રોફેશનલ જીવનમાં જેમણે સિદ્ધિ અને અનુભવ મેળવ્યો હોય તેઓ આના માટે અરજી કરી શકે છે.

તેમાં જણાવાયું છે કે બેલેટ સિસ્ટમમાં દાખલ થવા માટે કોઈ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. વ્યક્તિએ માત્ર વિઝાનો ખર્ચ ભરવાનો રહેશે જે ૨૯૮ પાઉન્ડ અથવા આશરે ૩૧,૧૦૦ રૂપિયા થાય છે. યુકે સરકારની વેબસાઈટ પર જણાવાયું છે કે, “૨૦૨૪માં ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ વિઝા માટે ૩,૦૦૦ જગ્યાઓ ઉપલબ્ધ છે. મોટા ભાગની જગ્યાઓ ફેબ્રુઆરીના બેલોટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બાકીની જગ્યાઓ જુલાઈના બેલોટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે” ભારતમાં બ્રિટિશ હાઈ કમિશને Âટ્‌વટર પર જણાવ્યું છે કે તમે ભારતીય ગ્રેજ્યુએટ હોવ, યુકેમાં ૨ વર્ષ સુધી રહેવા, કામ કરવા અથવા અભ્યાસ કરવા માગો છો, તો તમે વિઝા માટે અરજી કરવા બેલેટ એન્ટર કરી શકો છો.

યુકે સરકારના નિયમો મુજબ જે ભારતીયો આ વિઝા માટે અરજી કરી શકે છે તેમણે બેલેટ એન્ટર કરવા માટે ચોક્કસ માહિતી આપવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે વિઝા માટે અરજી કરતા પહેલાં પોતે નાણાકીય, શૈક્ષણિક અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરે છે તે વાતની પણ ખાતરી કરવાની રહેશે.

સફળ એન્ટ્રીઓને બેલેટમાંથી રેન્ડમલી પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત ૨ અઠવાડિયાની અંદર અરજદારોને પરિણામો સાથે એક ઈમેલ મળશે તેમાં જણાવવામાં આવશે કે તેમને આ માટે યોગ્ય ગણવામાં આવ્યા છે કે નહીં.

યુકે સરકારની વેબસાઈટ પ્રમાણે લોકો પાસે ઓનલાઈન અરજી કરવા માટે ઈમેઈલની તારીખથી ૯૦ દિવસનો સમય હશે. ત્યાર પછી તમારે ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ સહિત વિઝા એપ્લિકેશન ફી ભરવી પડશે અને પોતાના બાયોમેટ્રિક્સ આપવા પડશે.

યંગ પ્રોફેશનલ વિઝા માટેની લાયકાત આ વિઝા મેળવવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને તેની ઉંમર ૧૮થી ૩૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જે દિવસે યુકે જવાનો ટ્રાવેલ પ્લાન હોય તે દિવસે ૧૮ વર્ષ પૂરા થયા હોવા જોઈએ.

આ ઉપરાંત બેચલર્સ ડિગ્રી અથવા ઉપરની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જરૂરી છે. યુકેમાં તમારી જાતને સપોર્ટ કરવા માટે ઓછામાં ઓછા ૨૫૩૦ પાઉન્ડની બચત હોવી જોઈએ. તમારે તમારી સાથે રહેતા ૧૮ વર્ષથી ઓછી વયના કોઈ બાળકો હોવા ન જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.