ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરતા મુખ્યમંત્રી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સહકાર અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાણી,
એરમાર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, મેજર જનરલ શ્રી એસ. એસ. વિર્ક કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.