ચોકલેટની લાલચ આપીને ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ
સુરત, શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાડા ચાર વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને શોધી કાઢી હતી. બાળકી લોહી લુહાણ હાલતમાં મળતા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ પોલીસને થતા પોલીસે બાળકીનું અપહરણ કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી. ચોકબજાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનારા અંકિત ઓમ પ્રકાશ ગૌતમ નામના નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ પંડોળ વિસ્તારમાંથી એક સાડા ચાર વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
ત્યારે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકીની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું અને અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક નરાધમ બાળકીનું અપહરણ કરી લઈ જતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
ત્યારબાદ પોલીસની ટીમને બાળકી ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી બાળકી લોહી લુહાણા હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ડોક્ટરની તપાસમાં બાળકી સાથે દુષ્કર્મમાં થયું હોવાનું સામે આવતા તાત્કાલિક જ પોલીસ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની શોધખોળ કરવામાં આવી હતી અને અલગ અલગ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે અને બાળકીના ઘરથી અખંડાનંદ કોલેજ પાસેના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને અવાવરું જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન બાળકીના કપડા મળી આવ્યા હતા.
ત્યારબાદ પોલીસે બાતમીના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરી હતી. અંકિત ગૌતમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતો હતો અને એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતો હતો.
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તે પંડોળ વિસ્તારમાં ફરતો હતો ત્યારે તેને આ બાળકી ઘર નજીક રમતી દેખાઈ હતી અને ત્યારબાદ તે બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો અને અવાવરું જગ્યા પર જઈ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.
બાળકી રડવા લાગતા તે બાળકીને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના સિરસા ગામનો વતન છે.SS1MS