મહેસાણાના તરભ ગામે વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
માન. વડાપ્રધાન શ્રી @NarendraModi જી ના વરદ્હસ્તે શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણા #વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત pic.twitter.com/rywcw30nXG
— Pankajkumar Desai (@Pankajbhaidesai) February 22, 2024
ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે.
મહેસાણા, વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ – સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. Prime Minister Narendra Modi performs pooja and darshan at Valinath temple in Tarabh, Mahesana, Gujarat.
PM દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹ 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ રેલવે વિભાગના ₹2300 કરોડથી વધુના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યા.
LIVE: આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીના વરદ્હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા.
સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણા #વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત https://t.co/xPgnpPveJv— Poonamben Maadam (@PoonambenMaadam) February 22, 2024
આજે મહેસાણાના તરભ ખાતે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવજીનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યું છે. આ સમારોહમાં ૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકત્ર થયા છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે. આ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા બારેક વર્ષથી થઈ રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા. સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણા https://t.co/Aq4HPz3r0n
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 22, 2024
લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
વિસનગર તાલુકાના તરભ ખાતે યોજાનાર દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા પધારી રહેલા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબની આતુરતાથી રાહ જોતા ભક્તજનો !!
હર હર મહાદેવ 🙏 pic.twitter.com/PV9qlWIGIU
— Rushikesh Patel (@irushikeshpatel) February 22, 2024
વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોકડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલરનો વરસાદ ભક્તોએ કર્યો હતો. ભવ્ય લોકડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગમન સાંથલ સહિતે જમાવટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.