શાળાઓ દ્વારા દાખવવામાં આવતી બેદરકારી સામે વાલીઓ ક્યારે જાગૃત થશે?
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શાળા દ્વારા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી બાલવા થી ગાંધીનગર તરફ ખુલ્લા ડાલામાં વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાનો વિડિયો સામે આવતાં શિક્ષણ વિભાગ સામે અનેક સવાલ ઉઠ્યા છે, ત્યારે વાલીઓએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે.
ભૂતકાળમાં પર્યટન સમયે શાળાઓની બેદરકારીના કારણે અનેક વાર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો છે, તેમ છતાં રાજ્યની ઘણી શાળાઓ દ્વારા આવી ઘટનાઓની અવગણના કરી વારંવાર બેદરકારી દાખવવામાં આવે છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આવી શાળાઓને પ્રવાસની મંજુરી કઈ રીતે આપવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે’…!!
બાલવા – ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક પોલીસ ખડે પગે રહેતી હોય છે, ત્યારે શું બાલવા થી ગાંધીનગર હાઇવે પર ઘેટાં બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરી પસાર થઈ રહેલા ખુલ્લા ડાલા પર એક પણ પોલીસ કર્મચારીની નજર પડી નહી હોય…? કે પછી ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હશે…!!