Western Times News

Gujarati News

ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પહેરી સવા લાખની સાડી

મુંબઈ, માધુરી દીક્ષિત એવી એક્ટ્રેસ છે જે પોતાની એક્ટિંગ જ નહીં પણ ડાન્સિંગ અને ફેસિયલ એક્સપ્રેશન માટે પણ જાણીતી છે. ૫૬ વર્ષની ઉંમરે પણ આ એક્ટ્રેસ એટલી ગ્રેસફૂલ છે કે, આજની યંગ એજ એક્ટ્રેસિસને પણ પાછળ છોડી દે છે.

આમ તો માધુરી તેના આઉટફિટ્‌સમાં અલગ અલગ ફ્યૂઝન એડ કરે છે, જેમાં ક્યારેક ટ્રેડિશનલની સાથે લાન્ગ કટ તો નેટ શ્રગ મેચ કરતી હોય છે. પરંતુ વાત જ્યારે સાડીઓની આવે તો તેની પાસે પારંપરિકથી લઇ મોર્ડન સાડીઓનું ઉત્તમ કલેક્શન છે. આ ટ્રેડિશનલ ડ્રેસમાં ધક ધક ગર્લની સુંદરતા જોવાલાયક હોય છે.

હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચેલી માધુરી દીક્ષિતે સ્પેશિયલ સાડી પહેરી હતી જે સિમ્પલ હોવા છતાં લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. આ ઇવેન્ટમાં માધુરી દીક્ષિતે શિફોનની સિÂક્વન એમ્બ્રોયડરી સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ ગોલ્ડન મોનોક્રોમ સાડીમાં પ્લીટ્‌સ પોર્શનમાં ઓવરઓલ સિÂક્વન વર્કથી અલગ રાખવામાં આવ્યું હતું. જેના કારણે હોરિઝોન્ટલ લાઇનિંગની વચ્ચે પ્લેન ફેબ્રિકનો ગેપ સારો લૂક આપી રહ્યો છે. પલ્લૂની હેમલાઇન પર થ્રેડ વર્ક કટવાળા લટકણ સાડીના સ્પેશિયલ એલિમેન્ટ હતા.

આ સાડીને ડિઝાઇનર નકુલ સેને ડિઝાઇન કરી છે જેની કિંમત ૧ લાખ ૩૫ હજાર છે. માધુરીએ તેની સાડીને મેચિંગ બ્લાઉઝ સાથે પૅર કરી હતી. ડિસન્ટ લૂક માટે હાફ સ્લિવ્સ અને સ્કૂપ નેકલાઇન ડિઝાઇન પરફેક્ટ ચોઇસ હતી. એક્ટ્રેસે પોતાના મેકઅપને મિનિમલ રાખ્યો હતો.

તેણે બ્રાઉન લિપસ્ટિક અને સ્મોકી આઇઝ સાથે બાકીના બેઝને નેચરલ ટોનમાં રાખ્યો હતો. માધુરીએ સાડીની સાથે મલ્ટી કલર બેન્ગલ્સ પહેર્યા હતા, જેમાં એક મલ્ટી કલર હતા અને બાકી બે સ્ટોન્સવાળા હતા. સાથે જ તેણે મેચિંગ રિંગ અને ઇયરિંગ્સ પહેરી ઓવરઓલ સાડી લૂકને કમ્પલિટ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.