“ચિઠ્ઠી આયી હૈ” ગીત સાંભળીને અચાનક રડવા લાગ્યા રાજ કપૂર
મુંબઈ, પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે મુંબઈમાં ૭૨ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉધાસના પરિવારજનોએ ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. ત્યારે ફિલ્મ ‘નામ’નું ગીત ‘ચિઠ્ઠી આયી હૈપ’ બહું જ પ્રખ્યાત થયું હતું.
આ એ ગીત છે જેને સાંભળીને તે સમયના શોમેન રાજ કપૂર પણ રડી પડ્યા હતા. પંકજનો અવાજ ૪૦ વર્ષથી વધુ સમયથી સુગમ સંગીતનો રાજા રહ્યો છે.
આવો અમે તમને પંકજ ઉધાસના જીવનની કેટલીક જાણી- અજાણી વાતો જણાવીએ. પંકજ ઉધાસના વિશ્વમાં ચાહકો છે, પરંતુ શું તમે જાણો છો કે પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા.
આ એ સમય હતો જ્યારે ‘ચિઠ્ઠી આયી હૈ’નું રેકો‹ડગ થયું હતું. ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા.
એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું હતું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે, આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની આગાહી સાચી સાબિત થઈ હતી. પંકજ ઉધાસ પાકિસ્તાની ગઝલ ગાયક મહેંદી હસનની ગઝલોના દિવાના છે.
પરંતુ પોતાના દેશના ગાયકોમાં તેઓ જગજીત સિંહને ખૂબ ચાહતા હતા. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, જગજીતના અવાજે ભારતમાં ગઝલની એક અલગ ક્રાંતિ લાવી છે. જગજીત સિંહે ગઝલને બધાની ફેવરિટ બનાવી કારણ કે, તેઓ લોકોની માંગ પ્રમાણે તેને ટ્વિસ્ટ કરતા હતા.
તેને જગજીતનો અવાજ ગઝલનો યુએસપી લાગે છે. સંગીતમય પરિવારમાં જન્મ લેવાથી પંકજના જીવનમાં સંગીત આવવું અનિવાર્ય હતું. પિતા ગુજરાતી ગાયક હતા અને મોટા ભાઈ હિન્દી ફિલ્મોમાં ગાતા હતા. જેના કારણે પંકજની સંગીતની તાલીમ ઘરે જ થઈ હતી. એક સમયે ભારત-ચીન યુદ્ધ દરમિયાન મનહરનો સ્ટેજ શો હતો. આ દરમિયાન, ૧૦ વર્ષનો પંકજ પણ તેની સાથે આ સ્ટેજ શો જોવા ગયો હતો.
પંકજે સ્ટેજ પર ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા. તેમના અવાજ અને સમર્પણથી ખુશ થઈને શ્રોતાઓએ તેમને ૫૧ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.
ગાયકીમાં આટલી રુચિ હોવા છતાં પંકજના પરિવારે ક્યારેય સંગીતને વ્યવસાય માન્યું ન હતું. હા, તેણે મને ક્યારેય સંગીતથી રોક્યો નહીં અને મને તે શીખવા માટે પ્રોત્સાહિત પણ કર્યું હતું. કદાચ આ જ કારણ હતું કે, રાજકોટની સંગીત નાટ્ય એકેડમીમાં ચાર વર્ષ સુધી તબલા વગાડ્યા પછી પંકજ મુંબઈ આવી ગયો હતો.
વાસ્તવમાં તેણે વિજ્ઞાન વિષયમાંથી સ્નાતક થવું હતું. જેના માટે તેણે મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું હતું. પરંતુ અભ્યાસની સાથે સાથે પંકજે માસ્ટર નવરંગ પાસેથી શાસ્ત્રીય સંગીત અને ગાવાનું શીખવાનું ચાલુ રાખ્યું હતું. પંકજે ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કામના’થી હિન્દી ફિલ્મોમાં ગાવાની શરૂઆત કરી હતી.
સંગીતકાર ઉષા ખન્નાના સૂચન પર પંકજને આ ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો હતો. ફિલ્મમાં પંકજનો અવાજ લોકોને પસંદ આવ્યો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.SS1MS