વડોદરાના નવાપુરામાં પથ્થરમારા કેસમાં: વધુ ૧૨ લોકોની કરી ધરપકડ
વડોદરા, વડોદરાના નવાપુરામાં પથ્થરમારા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, પોલીસે આ કેસમા વધુ ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી તેમના નામ રમીઝ કુરેશી, ઈÂમ્તયાઝ શેખ, ચાંદ શેખ, વસીમ મલેક, સાજીદ પઠાણ, આસિફ ચૌહાણ, કાદર શેખ, શાહિદ સિંધી,તોસિફ શેખ,ફૈઝલ,,અસરાર શેખ અને તાલીફ શેખ છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન પટેલ નામના મોબાઇલના વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે રાજમહેલ રોડ પર હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ મારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો.
જેથી મારા ગ્રાહકોએ જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી હતી. જે બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમિયાન શાહિદ પટેલ ૭૦૭૦ નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર કોમેન્ટ કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદ કરવા વેપારી નવાપુરા પોલીસ સ્ટેશન ગયા ત્યારે દોઢસોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસને લાઠી ચાર્જ કરવો પડયો હતો. સમગ્ર ઘટનામાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પોલીસે ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને પાદરાના શાહિદ પટેલની ધરપકડ કરી હતી. રાયોટિંગ મામલે ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં જ સાબસકાંઠાના પ્રાંતિજ ગામમાં બનેલી જૂથ અથડામણમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી, આ જૂથ અથડામણમાં મુસ્લિમ જૂથે અચાનક ઘાતકી હથિયારી હુમલો કરીને એક હિન્દુ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ કિસ્સામાં રાજુ રાઠોડ નામના યુવાનનુ મોત થયુ હતુ.
ત્યારબાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૧૭ આરોપીઓ સામે નામજોગ અને અન્ય ૩૦ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, જોકે, હવે સમાચાર છે કે, પ્રાંતિજમાં પાલિકા તંત્ર દ્વારા તોફાની વિસ્તારોમાં મેગા ડિમાલિશનની કામગીરી હાથ ધરાઇ છે.SS1MS