Western Times News

Gujarati News

જો તમને શરદી-તાવ અને ખાંસીની સમસ્યા છે તો….

Files Photo

શરદી થયેલી હોય તેના સંપર્કમાં બને ત્યાં સુધી આવવાનું ટાળવું, ખાસ કરીને જો કોઈને ખાંસી કે છીંક આવતી હોય. શરદી ખુબ જ ચેપી છે. શરદીવાળી વ્યક્તિની આસપાસ એનાં વાઇરસ પુશ્કળ પ્રમાણમાં હોય છે. અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે એવી વ્યક્તિના હાથ પર પણ વાઇરસ હોવાના, ભલે ને નાક સાફ કરવા એ હંમેશાં ટીસ્યુ કે રૂમાલ વાપરતાં હોય, તો પણ એમના હાથો પર શરદીના વાઇરસ હોય જ છે.

આથી શરદીવાળી વ્યક્તિ સાથે હેન્ડશેઈક કર્યા હોય તો તરત અવશ્ય હાથ ધોવા જોઈએ. વાતાવરણમાં ફેરફાર થવાની સાથે, ખાસ કરીને વરસાદની સિઝનમાં મોટાભાગે લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકો તાવ, ખાંસી, શરદી અને ફ્‌લુ જેવી બીમારીઓથી અસરગ્રસ્ત થઇ જાય છે. એવામાં માનવામાં આવે છે કે વરસાદની ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા થોડીક ઓછી થઇ જાય છે, જેનાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

ખાસ કરીને આ વાતાવરણમાં બાળકો અને વડીલોની વધુ સારસંભાળ લેવાની જરૂર છે, કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા યુવાનોની સરખામણીએ ઓછી હોય છે. આ તમામ બીમારીઓથી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી જુઓ, જેનાથી તમે શરદી અને તાવ જેવી બીમારીઓને દૂર રાખી શકશો.

ShriramVaidya-logo
Mo. 9825009241

માન્ય ફ્‌લુના લક્ષણ પીઠમાં દુખાવો, તાવ, માથામાં દુખાવો, માંસપેશીઓમાં કળતર થવી, નાક બંધ થઇ જવું, ખાંસી. જો કે કંઇક આ પ્રકારના લક્ષણ કોરોના વાયરસના પણ છે. એટલા માટે બંને વચ્ચે તફાવત શોધવું થોડુંક અઘરું છે.

એટલા માટે તમારે એકવાર ડૉક્ટર સાથે વાત કરી લેવી જોઇએ. જાણો વાયરલ તાવ અને ફ્‌લૂથી બચવા માટે કયા ઘરેલુ ઉપાય જરૂરી છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીઓ દૂધ હોય કે પછી હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

એવામાં જો તમે આ બંને ને મિક્સ કરીને પીશો તો તેનાથી વધારે ફાયદો થશે. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે, એટલા માટે તેને દૂધમાં મિક્સ કરીને પીવું ઉત્તમ રહેશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળા ગરમ દૂધમાં થોડીક હળદર મિક્સ કરીને પી જાઓ. આ સ્વાસ્થ્યની સાથે તમને શરદી-ખાંસી અને વાઇરલ ફ્‌લૂથી પણ બચાવશે. ચ્યવનપ્રાશ પણ ફાયદાકારક છે.

જો કે લોકો દરેક મોસમમાં ચ્યવનપ્રાશ ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ મોસમમાં વધારે ફાયદાકારક સાબિત થાય છે. જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ઉત્પાદન છે, જે શરદી-તાવથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. શરદી થઇ છે તો નાસ લો. જો તમને શરદી-તાવ અને ખાંસીની સમસ્યા છે તો નાસ લેવો તે સૌથી શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે. તેનાથી બંધ નાકની સમસ્યા દૂર થઇ જાય છે અને શરીર જકડાઇ જવામાં પણ રાહત મળે છે. તમે સાદા પાણીનો નાસ લઇ શકો છો અથવા તો ગરમ પાણીમાં ફુદીનાના પાન નાંખીને પણ તેની વરાળ લઇ શકો છો. આ ખાંસીની સાથે સાથે ગળાની ખરાશ અથવા દુખાવાથી પણ રાહત અપાવે છે.

શરદીમાં કયા ઉપાય કરવા જોઈએ? એમાં એન્ટિબાયોટિક લેવાનો કોઈ અર્થ નથી. એની વાઇરસ પર કોઈ અસર થતી હોતી નથી. શરદીની આ એક દવા મેં અજમાવી છે. શરદી વીષે આ પહેલાં મેં વિસ્તૃત માહિતી આપી છે. એ પૈકી આ ઔષધ મેં અજમાવ્યું છે, અને સારું પરિણામ મને મળ્યું છે. પણ આપની પ્રકૃતિને અનુકુળ હોય તો જ આનો પ્રયોગ કરવો.

કદાચ પીત્ત પ્રકૃતિવાળાએ લોકોને આ ઔષધો અનુકુળ ન આવે. હરડે, મરી, પીપર, સુંઠ, દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ લઈ તેમાં ૮૦ ગ્રામ સારો ગોળ નાખી બરાબર મિક્સ કરી નાની ચમચી જેટલું ઔષધ લઈ ગોળીઓ વાળવી. એને છાંયડે સુકવવી. સવાર-સાંજ એક એક ગોળી પાણી સાથે લેવી..ગોળી ન વાળવી હોય તો આ મીશ્રણ એક ચમચી જેટલું પાણી સાથે લઈ શકાય. પરંતુ ગોળી જેટલા લાંબા સમય સુધી ચુર્ણ સારું રહે નહીં. આથી ગોળી વાળવી ન હોય તો ચુર્ણ થોડા પ્રમાણમાં જ બનાવવું. એટલે કે ઔષધો ૧૦-૧૦ ગ્રામને બદલે ૫-૫ ગ્રામ લેવાં અને ગોળ ૪૦ ગ્રામ લેવો..

ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે. નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે. સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે. ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે. ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે. મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.

હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે. રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે. કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે. ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સળેખમ મટે છે. લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે. સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.

સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે. તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે. તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે.

આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે. તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે. આયુર્વેદિક ઉપચાર માં ખાસ સારા રિઝલ્ટ મેળવ્યા છે તેવી કોલ્ડ કમ્પાઉન્ડની ટીકડી દિવસમાં ૩ વખત તુલસીના પાણી સાથે લેવાથી આ સિઝનમાં ખૂબજ સારા પરિણામ મળ્યા છે.

ફ્‌લુ અને મલેરિયાના તાવમાં તુલસીનાં પાન મરીના ભુકા સાથે ચાવીને ખાવાથી તાવ હળવો પડે છે. કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્‌લુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે. ગળો અને તુલસી મોટા ભાગના રોગોથી બચાવે છે, જેમાં સ્વાઈન ફ્‌લુનો પણ સમાવેશ થાય છે. કડુ, કરીયાતુ, ગળો, વરાહી કંદ અને પારીજાતનાં ફુલ દરેક ૨૦-૨૦ ગ્રામ લઈ ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર ૨૦૦ મીલીલીટર પાણીમાં ઉકાળો કરી ફ્‌લુ સામે રોગપ્રતીકાર શક્તી પ્રાપ્ત થાય છે.

શરદી, ગોળીઃ સુંઠ, મરી, પીપર (પીપર જેમ વધુ ઘુંટવામાં આવે તેમ વધુ ગુણ કરે) અને હરડે દરેક નું બારીક તાજું ચુર્ણ ૧૦-૧૦ ગ્રામ અને ગોળ ૮૦ ગ્રામ બધાંને સારી રીતે એકત્ર કરી ઘુંટી ૨-૨ ગ્રામની ગોળી વાળી ઘરમાં છાંયડે જ સુકવવી. શરદી કે ફ્‌લુની અસર જણાતા સવાર-સાંજ એક-એક ગોળી મોંમાં મુકી રાખી પોતાની મેળે ઓગળવા દેવી. માત્ર ત્રણ-ચાર દીવસમાં જ સ્પષ્ટ ફેર માલમ પડશે.

આ ઔષધ મેં બનાવીને વાપર્યું છે અને સારો ફાયદો શરદીમાં થયેલો એવું રિઝલ્ટ છે. ફ્‌લુ વખતે વાપરેલું સાથે જરુરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘી વાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તી મુજબ બેત્રણ કિલોમીટર દરરોજ ચાલવું, વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.