અદાણી ગ્રૂપ અને ઉબેરનું જોડાણ દેશમાં EV ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે!
અમદાવાદ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને કેબ બુકિંગ એપ કંપની ઉબેરના સીઈઓ દારા ખોસરોશાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી આ ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંને ઉદ્યોગ નેતાઓએ ભારતના વિકાસ અને વિઝન પર ચર્ચાઓ કરી દેશમાં ઈફ ટ્રાન્ઝિશનને વેગ આપવા મોબિલિટી સર્વિસ પ્રોવાઈડર બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અદાણી ગ્રૂપે ઇ-બસના કાફલાઓમાં બીડ કરીને ઇલેક્ટ્રિક માસ મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ઉબેર સાથેનું જોડાણ અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી પુશ સાથે સારી રીતે બંધબેસે છે. તે સમગ્ર ભારતમાં ર્ચાજિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરી ઈફ ફ્લીટને ગ્રીન એનર્જી સાથે પાવરિંગ લૂપને પૂર્ણ કરે છે.
આ ભાગીદારીથી ભારતમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરને અપનાવવાની ક્ષમતા વધી જશે, કારણ કે ઉત્પાદકો આર્થિક રીતે સધ્ધર બનવા મોટા પાયે વ્યાપારી એપ્લિકેશનો શોધી રહ્યા છે. ઉબેર માટે તે વિશ્વની સૌથી મોટી ઈફ ફ્લીટ ભાગીદારીમાંની એક બની શકે છે.
અદાણી જૂથ આગામી ૧૦ વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં ઇં૧૦૦ બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે અને ૨૦૨૭ સુધીમાં ૧૦ ગીગાવોટ સુધીની સૌર ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે. તો ઉબેર ૨૦૪૦ પહેલા શૂન્ય-ઉત્સર્જન ગતિશીલતા પ્લેટફોર્મ બનવાની તેની પ્રતિબદ્ધતાને અનુસરતા ભારત સહિત વિશ્વભરમાં ઈફ વાહનોના કાફલા સાથે ઉતરવાનું વિચારી રહ્યું છે. ઉબેરની ઇકો-ફ્રેન્ડલી ઈફ સેવા (ઉબેર ગ્રીન) દિલ્હીમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.