Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુ. કોર્પોએ 7802 સ્ટ્રીટ લાઈટના નવા પોલ પાછળ 33.64 કરોડનો ખર્ચ કર્યો

પ્રતિકાત્મક

અમદાવાદમાં ૩૪ મહિનામાં 25 હજારથી પણ વધુ સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરાયા-શહેરની સોસાયટીઓમાં ૧૦ મહિનામાં ૨૪૦૬ સ્ટ્રીટ લાઈટના નવા પોલથી રોશની પથરાઈ

તા. ૧ એપ્રિલ, ૨૦૨૩થી તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ એટલે કે છેલ્લા ૧૦ મહિનામાં મ્યુનિસિપલ સ્ટ્રીટ લાઈટ વિભાગે વધુ ૭૮૦૨ સ્ટ્રીટ લાઈટના નવા પોલને રૂ. ૩૩,૬૪,૮૨,૫૨૦ના ખર્ચે ઉભા કર્યા છે.

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા નગર એટલે કે નળ, ગટર, રસ્તા હેઠલ કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓનાં કામો દર વર્ષે હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત સત્તાધીશો શહેરના રોડ પર નવા નવા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરી રહ્યાં છે. સ્ટ્રીટ લાઈટનાં આ કામોમાં તંત્રએ ઝળહળતી સફળતા પણ મેળવી છે.

શહેરના નવા બનતા ટીપી રોડ કહો કે અન્ય નવો સમાવેશ ધરાવતો વિસ્તાર ગણો, પરંતુ મ્યુનિસિપલ કોર્પાેરેશને તમામ સ્થળોએ નવા સ્ટ્રીટ લાઈટના પોલ તેજ ગતિથી ઉભા કરી તેનો પ્રકાશ શહેરીજનોને આપવા માટે મક્કમતા દાખવી છે, જેના કારણે છેલ્લાં ૩૪ મહિનાના ટૂંકા સમયગાળામાં પણ અમદાવાદના વિભિન્ન ટીપી રોડ તેમજ સોસાયટીઓમાં ૨૫ હજારથી પણ વધુ નવા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા થઈ ચૂક્યા છે અને આ તમામ સ્ટ્રીટ લાઈટના નવા પોલનો લાભ લોકો લઈ રહ્યાં છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી શહેરના રોડ-સોસાયટી વિસ્તારમાં નવા ઉભા કરાયેલા સ્ટ્રીટ લાઈટના પોલ અંગેની વિસ્તૃત માહિતી આપતાં કહે છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં ટીપી રોડ પર નવા ૭૬૯૩ સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરાયા હતા. આ સ્ટ્રીટ લાઈટના નવા પોલ ઉભા કરવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૨૫,૧૪,૧૮,૮૧૨ ખર્ચાયા હતા.

જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં શહેરના રોડ પર ઉભા કરાયેલાં સ્ટ્રીટ લાઈટના નવા પોલની સંખ્યા ૧૦ હજારના આંકડાને પાર કરી ગઈ હ તી. તે નાણાકીય વર્ષમાં તંત્રએ કુલ ૧૦,૦૮૯ સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરી તેની રોશનીથી વિવિધ ટીપી રોડને ઝળહળતા કર્યા હતા. આ કામગીરી પાછળ મ્યુનિસિપલ તંત્રએ રૂ. ૩૦,૧૬,૯૪,૩૬૫નો ખર્ચ કર્યાે હતો તેમ પણ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી વધુમાં જણાવે છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪ દરમિયાન તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ની સ્થિતિ સુધીમાં ટીપી રોડ પર નંખાયેલા સ્ટ્રીટ લાઈટના નવા પોલ અંગેની માહિતીના મામલે ચેરમેન દાણી કહે છે કે તા. ૧ એપ્રિલ, ૨૦૨૩થી તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ એટલે કે છેલ્લા ૧૦ મહિનામાં મ્યુનિસિપલ સ્ટ્રીટ લાઈટ વિભાગે વધુ ૭૮૦૨ સ્ટ્રીટ લાઈટના નવા પોલને રૂ. ૩૩,૬૪,૮૨,૫૨૦ના ખર્ચે ઉભા કર્યા છે.

આ તમામ સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવા માટે તંત્રએ કુલ ૬૬૯ કામો પૂર્ણ કર્યાં હતા. શહેરમાં રોજેરોજ સ્ટ્રીટ લાઈટના નવા નવા પોલ ઉભા કરવાની પ્રક્રિયા મ્યુનિ. તંત્ર દ્વારા અવિરતપણે ચાલી રહી છે. હાલમાં શહેરના તમામ ઝોનમાં અંદાજે રૂ. ૧૧,૩૨,૮૬,૮૪૨ના ખર્ચે કુલ ૧૮૫ સ્ટ્રીટ લાઈટના નવા પોલ ઉભા કરવાનાં કામ પ્રગતિ હેઠળ છે, જે અંતર્ગત કુલ ૨૮૦૨ સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરી તેને આગામી દિવસોમાં ચાલુ કરવામાં આવશે.

મ્યુનિસિપલ તંત્રના સ્માર્ટ લાઈટ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં સ્માર્ટ એલઈડી લાઈટ માટે કુ, ૧૪,૨૦૦ થી વધુ સ્માર્ટ કંટ્રોલર લગાવવામાં આવ્યા છે, જેના કારણે સત્તાવાળાઓને પાવર સેવિંગના ેલાભ મળી રહ્યો છે. ઉપરાંત વીજચોરી અને લેમ્પનું ચેન્જ ઓફ સ્ટેટસ પણ જાણવા મળી રહ્યું છે.

એલઈડી સ્ટ્રીટ લાઈટને  ટેકનોલોજી વડે સ્માર્ટ સિટી અમદાવાદના પાલડી ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડીને સ્ટ્રીટ લાઈટને લાગતી સુવિધાઓ જેવી કે લાઈટ સમય મુજબ શરુ કરવી અને બંધ કરવી,  દૈનિક મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઉર્જાની બચત કરવી તેમજ અન્ય કામગીરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.