Western Times News

Gujarati News

ગાંજાના છોડનું વાવેતર કરનાર ઈસમ ઝડપાયો: ૨.૮૯૦ કિ.ગ્રા ગાંજો મળ્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ એસઓજીની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે લીલો ગાંજો તથા સુકો ગાંજો મળી ૨.૮૯૦ કિ.ગ્રા વજનના રૂપિયા ૨૮,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાખોરી અટકાવવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ,તે અંતર્ગત ભરૂચ એસઓજી પી આઈ એ.એ.ચૌધરીએ પીએસઆઈ આર.એસ.ચાવડા સાથે એસઓજીના સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથધરી હતી. એસઓજીની ટીમ દ્વારા જીલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ,

દરમ્યાન મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે રેઈડ કરીને ઝઘડિયા તાલુકાના ઓરપટાર ગામના પ્રકાશદાસ બાબાઉદાસ ઉદાસીનની જગ્યા માંથી વનસ્પિતજન્ય લીલા ગાંજાના ૨.૫૯૬ કિ.ગ્રા.ના છોડ તથા વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજો ૨૯૪ ગ્રામનો મુદ્દામાલ કબજે લઈને સદર ઈસમ વિરૂધ્ધ મળી આવતા આરોપી વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.એસઓજીની ટીમે આ ગુના હેઠળ કુલ રૂપિયા ૨૮,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.