લેઉવા પટેલ સમાજને શિક્ષિત, સમૃદ્ધ અને દરેક ક્ષેત્રમાં સંગઠીત થવા હાકલ
કેશોદમાં લેઉવા પટેલ મિત્ર મંડળ દ્વારા સામાજીક રાજકીય આગેવાનોનું સન્માન
કેશોદ, લેઉવા પટેલ મિત્ર મંડળ દ્વારા શહેરમાં રાજકીયય સામાજીક ક્ષેત્રમાં જવાબદારી સંભાળતા લેઉવા પટેલ સમાજના પદાધ્કિારીઓ આગેવાનોનું સન્માન કરાયું હતું.
દીપ પ્રાગટય બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્થી સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોડલીયાનું શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી શહેરના પ્રથમ નાગરીક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી મંડળ સહીત વિવિધ સંસ્થાના હોદેદારો સામાજીક સંસ્થાઓના હોદેદારોને અને વેપારી સંગઠનોના હોદેદારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
લેઉવા પટેલ સમાજના આગેવાનોએ એક જ સુરમાં સમાજને શિક્ષીત, સમૃદ્ધ અને દરેક ક્ષેત્રમાં ખુબ જ શકિતશાળી બનાવવા સંગઠીત થવા હાકલ કરી હતી. લેઉવા પટેલ મીત્ર મંડળ શહેરમાં વિવિધ ક્ષેત્રમાં જવાબદારી સંભાળી રાજકીય સામાજીક ક્ષેત્રે લેઉવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. એવા તમામ આગેવાનો, પદાધિકારીઓને પોતાના સમાજના યુવાનો દ્વારા જ સન્માનીત કરવામાં આવતાં અનેરી ખુશી વ્યકત કરી હતી.
કેશોદ લેઉવા પટેલ મીત્ર મંડળ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા તેમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા શહેર ભાજપના પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ડાયાલાલ વેકરીયા, ઈલેકટ્રીક એસો.ના પ્રમુખ પોપટલાલ વણપરીયા ડો.અશ્વિનભાઈ અજુડીયા, વિનુભાઈ ગોડલીયા ડી.કે. કોટડીયા, જયભાઈ વિરાણી સહીત પદાધિકારીઓ આગેવાનોના સમાવેશ થાય છે. લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.