Western Times News

Gujarati News

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે 2024ના ત્રીજા ત્રિમાસિક માટે ક્લેમ સેટલમેન્ટ રેશિયો જાળવી રાખ્યો

લાઈફ ઈન્સ્યોરન્સ એ નાણાકીય આયોજનનું આવશ્યક ઘટક છે. જે કુટુંબ અને/અથવા આશ્રિતોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. જે પોલિસીધારકના અકાળે અવસાનના કિસ્સામાં કુટુંબની નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવાનું કંપની દ્વારા આપવામાં આવેલ વચન છે. લાઈફ ઈન્સ્યોરન્સ એ પ્રિયજનની ખોટને કારણે થતી આર્થિક તકલીફોને દૂર કરવાનું સાધન છે.  ICICI Prudential Life Insurance maintains industry-leading claim settlement ratio for the third quarter of fiscal 2024

લાઈફ ઈન્સ્યોરન્સ માટે કરવામાં આવતાં ક્લેમ એ ઉદ્યોગ માટે સત્યની ક્ષણ છે, ક્લેમ સેટલમેન્ટના રેશિયોના આધારે પોલિસીધારકનો વિશ્વાસ વધે છે. જે એક એવી બ્રાન્ડ તરીકે ઉભરી આવે છે કે, જ્યાંથી લોકો વિશ્વાસ સાથે પોલિસી ખરીદવાનું પસંદ કરે છે. ક્લેમના સેટલમેન્ટ રેશિયોનું મૂલ્યાંકન કરવું તેમજ ક્લેમ સેટલ (દાવાની પતાવટ) કરવા માટે સરેરાશ સમય એ ગ્રાહકને અનુરૂપ લાઈફ ઈન્સ્યોરનું સૂચન બની શકે છે. ટર્નઅરાઉન્ડ સમય પણ અતિ મહત્વનો છે, કારણકે તે લાભાર્થીઓના ક્લેમના ઝડપી સેટલમેન્ટની ખાતરી કરે છે.

જો કે, ક્લેમની જવાબદારી સંપૂર્ણપણે વીમા કંપનીની હોતી નથી. ખરીદતી વખતે તમામ સામગ્રીની માહિતીને સત્યતાપૂર્વક જાહેર કરવાની જવાબદારી ગ્રાહકોની હોય છે, જે નોમિની માટે ઝડપી અને ઝંઝટ-મુક્ત ક્લેમ સેટલમેન્ટનો અનુભવ સુનિશ્ચિત કરે છે.

નિયમનો દ્વારા ફરજિયાત જીવન વીમા કંપનીઓ ત્રિમાસિક ધોરણે તેમના ક્લેમ સેટલમેન્ટ રેશિયો જાહેર કરે છે. કોઈપણ સંજોગોમાં તેમના આશ્રિતો આર્થિક રીતે સુરક્ષિત રહે, તેની ખાતરી કરવા માટે તમામ વ્યક્તિઓ લાઈફ ઈન્સ્યોરન્સ ખરીદે છે.

ઉલ્લેખનીય છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં 98.6 ટકા ક્લેમ સેટલમેન્ટ રેશિયો સાથે સતત ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં સાતત્ય પોલિસીધારકોને શાંતિ પ્રદાન કરવામાં મહત્વનો છે. જે તેના પરિવારજનોની નાણાકીય સ્થિરતાને જાળવી રાખે છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 98.10 ટકા, બીજા ત્રિમાસિકમાં 98.14 ટકા, અને ત્રીજા ત્રિમાસિકમાં 98.52 ટકા રહ્યો હતો. નોંધનીય છે, તપાસ ન કરવામાં આવેલા ક્લેમનો એવરેજ ક્લેમ સેટલમેન્ટ ટર્નઅરાઉન્ડ ટાઈમ તમામ સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા બાદ ડિસેમ્બર-23ના અંતે પૂર્ણ થતા નવ માસ માટે 1.3 દિવસનો રહ્યો હતો.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફે “ક્લેમ ફોર સ્યોર” સર્વિસ પહેલ શરૂ કરી છે, જે સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત કર્યા બાદ તમામ માન્ય મૃત્યુના દાવાઓની પતાવટ એક દિવસમાં કરે છે. આ પહેલ અંતર્ગત ક્લેમની પ્રક્રિયામાં જો કોઈ વિલંબ થાય તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ લાભાર્થીને ક્લેમની રકમ પર વ્યાજનો પણ લાભ આપે છે. વધુમાં, કંપની તેના ડિજિટલ ટચપોઇન્ટ જેમ કે WhatsApp, મોબાઇલ એપ અને વેબસાઇટને ગ્રાહકના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરવા ક્લેમ નોંધાવવા અને ટ્રેક કરવા માટે સક્ષમ છે, ઉપરાંત ક્લેમ સંબંધિત દસ્તાવેજોની હોમ પિક-અપ સર્વિસ ઓફર કરે છે.

આ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફે “ક્લેમ ફોર સ્યોર” હેઠળ કુલ રૂ. 214.70 કરોડના 3070 ક્લેમ સેટલ કર્યા છે. તેમાં મોટાભાગની ક્લેમની પ્રક્રિયા વર્ચ્યુઅલી પૂર્ણ કરી તાત્કાલિક ધોરણે લાભાર્થીના એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિકલી ક્લેમ સેટલની રકમ ટ્રાન્સફર કરી છે.

આ અને તે સિવાય અન્ય માપદંડોના નિરિક્ષણ દ્વારા સંભવિત ગ્રાહકો લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની નાણાકીય શક્તિ, કાર્યકારી ક્ષમતા, અને તેના પોલિસીધારકોને સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને વ્યાપકપણે સમજી શકે છે. જે લાઈફ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે અત્યંત ધ્યાનમાં રાખવા જેવા પરિબળો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.