એચ.પી. ગેસ એજન્સીના ગોડાઉનમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના ભુરાવાવ વિસ્તાર માં જી.આઇ.ડી.સી. ખાતે આવેલા એચ .પી. ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ ના કરતુંકો ચાલતા હોવાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ હાથ ધરેલા આકસ્મિક ચેકિંગના સપાટામાં ગોધરાના સી. એન .ગેસ એજન્સી સંચાલિત એચ.પી .ગેસના ગોડાઉન માંથી ગેરકાયદે રીફીલિંગ કરવાના કાળા કરતુંકોનો પર્દાફાશ કરાતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
જો કે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ આ ગેરકાયદે ગેસ રીફીલીંગ કરવાના આ ચોકાવનારા વ્યાપારો સામે ગોધરા એસ.ઓ.જી શાખા ની ટીમને ઘટના સ્થળે બોલાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવાના સૂચનો કર્યા હતા.
જોકે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા ની એચ.પી ગેસ એજન્સીના ગોડાઉન ની ચકાસણીઓ દરમિયાન અલગ અલગ વજનો ના ૪૮૨ ગેસ સિલિન્ડરો ની ધટ આવતા આ તમામ અદાઝે ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સી.એન ગેસ એજન્સીના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એચ .પી ગેસ એજન્સીનુ ગોડાઉન આવેલુ છે. જેમા પુરવઠા વિભાગને જાણકારી મળી હતી કે એજન્સીના સંચાલક દ્વારા અહી ગેસના બોટલમાંથી અન્ય બોટલમા રીફીલીગ કરવામા આવતુ હતુ.જેના લઈને રેડ કરવામા આવી હતી. ગોધરા શહેર SOG પોલીસ અને મામલતદારની ટીમ પણ જોડાઈ હતી.
જેમા તપાસમાં ૧૯ કિલોના ૩૧ બોટલ, ૧૯ કિલોના ખાલી ૯૪ બોટલ, ૫ કિલોના ૪૮૨ બોટલ ની ઘટ સામે આવી હતી. ૧૯ કિલોના ગેસ સિલિન્ડર માંથી ૫ કિલોના સિલિન્ડર માં કરવામાં આવતું હતું. ટીમ દ્વારા વધુ તપાસમા એજન્સી ના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નીભવેલા ન હોવાનું સામે આવ્યુ હતુ. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એલ પી જી વિતરણ અને કંટ્રોલ આદેશ તેમજ એકપલોઝિવ એક્ટ હેઠળ ગુન્હો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.