ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સનો ધંધો કરતાં એજન્ટ સાથે વિઝાના નામે 82 લાખની છેતરપિંડી
આણંદના એજન્ટ સાથે વડોદરાના યુગલે ૮ર લાખની ઠગાઈ આચરી
વડોદરા, શહેરના રેસકોર્સ વિસ્તારના સ્ટરિચ એજયુકેશનના વિઝા કન્સલટન્ટ પતિ અને પત્નીએ વિઝા અપાવવાને બહાને ૬ લોકો પાસે એડવાન્સ પેટે રૂ.૮ર.૬૦ લાખ લીધાં હતા. તેમ છતાં વિઝાનું કામ ન કરી વિદેશ ફરાર થયેલા પતિ અને પત્ની વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો.
આણંદમાં રહેતા જિજ્ઞેશ મેઘા વિદ્યાનગર ખાતે ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સનો ધંધો કરે છે ર૦ર૧માં જિજ્ઞેશને તેમના મિત્ર થકી રેસકોર્સના સ્ટેચીર એજયુકેશનના માલીક નીરજ પરમાનંદ પટેલ અને તેમની પત્ની રિપલબેન (બંને રહે. અર્થ સોમનાથ, ગોત્રી- સેવાસી રોડ) સાથે પરિચય થયો હતો. નિરજ અને રિપલે તે સમયે જીજ્ઞેશને કહયું હતું કે, તેઓ વર્ક પરમિટ, રેસિડન્સ પરમિટ અને વિઝિટર વિઝાનું કામ કરે છે.
જે છોકરાઓને વિદેશ જવું હોય તેઓની પાસપોર્ટની કોપી પણ બંનેએ મંગાવી હતી. યુકે, યુએસએ અને યુરોપ જવા ઈચ્છતા છોકરાઓને પહેલાં દુબઈ જવું પડશે. દુબઈમાં પ્રોફાઈલ બન્યા બાદ વિઝા સરળતાથી મળશે તેવી પણ દંપતીએ વાત કરી હતી. રૂ.૬ લાખ એડવાન્સ ફી નકકી કીર હતી. જે પૈકી ૩ લાખ ભારત અને બીજા ૩ લાખ દુબઈ પહોંચ્યા બાદ આપવાનું નકકી થયું હતું.
જે બાદ જીજ્ઞેશે અમદાવાદના પરિવારના ત્રણ સભ્યોના યુએસએના વિઝિટર વિઝાના કામ માટે રૂ.૮ લાખ, આણંદના અક્ષય પટેલના યુકેના વિઝા માટે એડવાન્સ રૂ.૩ લાખ, રાશીદ સોલંકીના યુરોપના વિઝા માટે રૂ.૬ લાખ, વલસાડના કેતન પટેલના યુરોપના કામ માટે રૂ.૩.૬૦ લાખ, ગોધરાના યોગેશ ભોઈના યુરોપના કામ માટે રૂ.૩ લાખ અને આણંદના મીત પટેલના યુકેના વિઝા માટે રૂ.૪.પ૦ લાખ સ્ટેરીચ એજયુકેશનના ખાતામાં ઓનલાઈન ચૂકવ્યા હતાં.