Western Times News

Gujarati News

અંબુજા સિમેન્ટ્સે રમતો તથા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોડિનારમાં ખેલ મહોત્સવનું આયોજન કર્યુ

અંબુજા સિમેન્ટ્સે નવ સ્કૂલોમાં ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં લગભગ 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો

અંબુજા સિમેન્ટ્સ જરૂરી રમતોના સાધનોની એક્સેસ સુનિશ્ચિત કરે છે, રમતના મેદાનોને અપગ્રેડ કરે છે અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગની તકો પૂરી પાડે છે

અમદાવાદ, ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ તેની CSR પાંખ થકી રમતો અને શિક્ષણ પહેલ પર ધ્યાન આપીને સામુદાયિક વિકાસ પ્રત્યે તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. તાજેતરમાં ગુજરાતના કોડિનારમાં યોજાયેલા ખેલ મહોત્સવમાં લગભગ 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. Ambuja Cements Organises ‘Khel Mahotsav’ in Kodinar, Gujarat to Promote Sports and Education.

રમતોને પ્રોત્સાહન આપવાના તેના ભાગ હેઠળ કોડિનારમાં સુગાળા ગામની પ્રાથમિક શાળા ખાતે વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં રામપરા, કુકરસ, સુગાળા, જગતિયા, સિંગસર, બાલેવડા, લોધવા અને સોલજ સહિતના ગામોની નવ શાળાઓએ ભાગ લીધો હતો.

મેળામાં વિવિધ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ યોજાઈ હતી જેમાં બાળકોએ ખેલભાવના અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. સર્વાંગી વિકાસમાં રમતોના મહત્વ પર પ્રકાશ પાડતા અંબુજા સિમેન્ટ્સ તેના શિક્ષણ કાર્યક્રમ હેઠળ બાળકોની એકંદરે આરોગ્ય તથા સુખાકારી માટે નિયમિત શારીરિક ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે શારીરિક શિક્ષણ રજૂ કર્યું છે.

ખેલ મહોત્સવ યોજવા ઉપરાંત રમતોના જરૂરી સાધનો પૂરા પાડવા, રમતના મેદાનો અપગ્રેડ કરવા તથા વિદ્યાર્થીઓ સ્થાનિક, જિલ્લા અને રાજ્ય સ્તરે સ્પર્ધા કરી શકે તે માટે તેમને તાલીમની તકો પૂરી પાડવી જેવા અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા જેથી સ્કૂલમાં જ ખેલભાવના તથા સમાવેશકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળી શકે.

આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ દરેક બાળકની સંભાવનાને ઓળખીને ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરવા તથા શીખવાની ક્ષમતાઓમાં સુધારો કરવાનો ઉદ્દેશ ધરાવે છે. છોકરીઓને સશક્ત કરવા માટે આત્મરક્ષણ (કરાટે) ક્લાસીસ જેવી વિશેષ પહેલ પણ આદરવામાં આવી છે.

અંબુજા સિમેન્ટ્સ ગુજરાતના કોડિનાર, વેરાવળ તથા સુત્રાપાડા તાલુકાની લગભગ 25 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણના ક્ષેત્રે વિકાસલક્ષી પહેલમાં સક્રિય રીતે સંકળાયેલી છે. સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન આપીને અંબુજાએ વાંચવા તથા લખવાને પ્રોત્સાહન આપવા, સ્કૂલની સ્વચ્છતાને સુધારવા તથા સાયન્સ લેબ ઊભી કરવા જેવી અન્ય અનેક પ્રવૃત્તિઓ જેવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.