Western Times News

Gujarati News

પતિ સામે કોર્ટ કેસ લડતા રમ્ભાએ ત્રણ બાળકોને આપ્યો હતો જન્મ

મુંબઈ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ૫ જૂન ૧૯૭૬ના રોજ જન્મેલી રમ્ભાનું પૂરું નામ ‘વિજયલક્ષ્મી યેદી’ છે. રમ્ભાએ વર્ષ ૧૯૯૩માં સાઉથ સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રમ્ભાએ કન્નડ ફિલ્મ ‘સર્વર સોમન્ના’થી તેની મોટા પડદાની સફર શરૂ કરી હતી.

આ ફિલ્મમાં કન્નડ સ્ટાર જગ્ગેશે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી લોકોએ રમ્ભાને ઘણો પ્રેમ આપ્યો. આ પછી રમ્ભાના કરિયરમાં ફિલ્મોની કતાર લાગી ગઈ. રમ્ભાએ ૫ વર્ષમાં સાઉથ સિનેમામાં ૧૦થી વધુ ફિલ્મો કરી. રમ્ભાએ થોડી જ ફિલ્મોમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું.

સાઉથ સિનેમામાં પોતાની ઓળખ બનાવ્યા બાદ રમ્ભાએ બોલિવૂડમાં પણ પોતાની સફર શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૫માં રમ્ભાએ મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ ‘જલ્લાદ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ મિથુન ચક્રવર્તીના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ ફિલ્મે રમ્ભાની બોલિવૂડની સફર પણ આસાન બનાવી દીધી. ૧૯૯૬માં રમ્ભાને ‘જુર્મના’, ‘જંગ’, ‘દાનવીર’ અને ‘ધર્મ ચક્ર’ જેવી ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવી હતી. રમ્ભા હવે બોલિવૂડ સ્ટાર બની ગઈ હતી. વર્ષ ૧૯૯૭માં રમ્ભાને સલમાન ખાન સાથે ફિલ્મ ‘જુડવા’માં કાસ્ટ કરવામાં આવી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. રમ્ભાએ પોતાના કરિયરમાં ૧૧૩થી વધુ ફિલ્મો કરી છે. પરંતુ વર્ષ ૨૦૧૦ સુધીમાં રમ્ભા ફિલ્મી દુનિયાથી કંટાળી ગઈ. રમ્ભાએ એપ્રિલ ૨૦૧૦માં કેનેડિયન બિઝનેસમેન ઈન્દ્રકુમાર પથમનાથન સાથે લગ્ન કર્યા હતા.

જોકે, તેમના સંબંધોના થોડા વર્ષો પછી તેમના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા. એટલું જ નહીં વર્ષ ૨૦૧૬માં રમ્ભાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. કોર્ટમાં કેસ લડતા રમ્ભાએ ત્રણ બાળકોને પણ જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં રમ્ભાએ તેના પતિ સાથે સમાધાન કરી લીધું હતું અને બંને સાથે રહેવા લાગ્યા હતા. આજે પણ રમ્ભા તેના પતિ અને તેના ત્રણ બાળકો સાથે રહે છે.

પરંતુ ૨૦૧૧ પછી રમ્ભાએ ઘણા વર્ષો સુધી ગ્લેમરની દુનિયાથી અંતર જાળવી રાખ્યું. જો કે હવે ઉંમરના આ તબક્કે રમ્ભા ફરીથી અભિનયની દુનિયામાં પાછી ફરી રહી છે. હાલમાં જ મીડિયા રિપોર્ટ્‌સમાં એવા સમાચાર આવ્યા હતા કે રમ્ભા ટૂંક સમયમાં રજનીકાંત સાથે એક ફિલ્મમાં જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે રમ્ભા ફરીથી ગ્લેમરની દુનિયામાં પાછી ફરશે કે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.