મહિલાઓ માટે વર્ક-લાઇફ બેલેન્સ, ફિટનેસ, પ્રોપર્ટીની માલિકી અને નાણાકીય સુરક્ષા ટોચના જીવન લક્ષ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/woman-worklife-1024x953.jpg)
· મહિલાઓ પાસે હવે જીવનના સરેરાશ 12 લક્ષ્યો છે-બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના લાઈફ ગોલ્સ પ્રિપર્ડનેસ સર્વે 2023માંથી જાણવા મળ્યું
પુણે, દેશની અગ્રણી ખાનગી વીમા જીવન કંપનીઓ પૈકી એક બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્ડિયાના લાઇફ ગોલ્સ પ્રિપેરડનેસ સર્વે 2023ના મહિલા વસ્તી વિષયકમાંથી આકર્ષક માહિતી રજૂ કરી છે. સર્વેમાં સરેરાશ સંખ્યામાં 2 ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં ભારતીય મહિલાઓના જીવન લક્ષ્યાંકો, પુરુષો કરતાં સહેજ વધારે છે. જેમાં 86% ઉત્તરદાતાઓએ વર્ક-લાઇફ બેલેન્સને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારબાદ તે બાળકોનું શિક્ષણ, સ્વપ્નનું ઘર, આરોગ્ય, ફિટનેસ અને મુસાફરીના લક્ષ્યો ધરાવે છે. Women now have an average of 12 life goals, up from 5 in 2019!; Finds Bajaj Allianz Life Insurance’s Life Goals Preparedness Survey 2023.
બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સના લાઈફ ગોલ્સ પ્રિપેરડનેસ સર્વે 2023ના કોહોર્ટ એડિશનમાં વિવિધ પ્રદેશોમાંથી 40થી વધુ જીવનના લક્ષ્યાંકોને આવરી લેવામાં આવ્યા છે. તે વિકસતા સામાજિક ધોરણો અને આર્થિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય મહિલાઓ કેવી રીતે તેમની આકાંક્ષાઓને સાકાર કરવાના માર્ગો શોધી રહી છે, તેની ઊંડાણપૂર્વક સમજ આપે છે.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 71 ટકા મહિલાઓ પરિવાર માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાની બાબતને જીવનના લક્ષ્ય તરીકે પ્રાધાન્ય આપે છે. જ્યારે 46 ટકા મહિલાઓએ તેમના જીવનના લક્ષ્યાંકો પ્રત્યે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે. જેનું પ્રમાણ 2019માં 39 ટકાથી વધ્યું છે. સર્વે પરથી તારણ મળ્યું છે કે, આ મામલે પુરુક્ષો કરતાં મહિલાઓમાં વિશ્વાસનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું છે. 49 ટકા મહિલાઓ નાણાકીય આયોજન માટે વિસ્તૃત પ્રમાણમાં નિષ્ણાતની સલાહ લેવાનું વિચારે છે.
બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર ચંદ્રમોહન મેહરાએ જણાવ્યું હતું કે, “મહિલા વર્ગમાં “અમે” જીવન ધ્યેયો સાથે “હું”નો ઉદય થયો છે, બદલાતી આકાંક્ષાઓને અર્થપૂર્ણ રીતે પૂર્ણ કરવા BFSI ઇકોસિસ્ટમ માટે વ્યાપક દિશા અને તકો પ્રદાન કરે છે. જેને ધ્યાનમાં રાખી બજાજ એલિયાન્ઝ લાઇફ અમારી ફ્લેગશિપ પ્રોડક્ટ માટે મહિલા-કેન્દ્રિત વેરિઅન્ટ અથવા ટર્મ પ્લાન માટે વિશેષ કિંમત સહિત મહિલા સેગમેન્ટ માટે સંબંધિત દરખાસ્તો તૈયાર કરી રહી છે.”
વિવિધ કેટેગરીમાં મહિલાઓ માટે ટોચના જીવન લક્ષ્યાંકો
· પરિવારજનો માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરતાં 2023 માટે વર્ક-લાઈફ બેલેન્સ જીવનનો પ્રથમ લક્ષ્ય છે. ત્યારબાદ હેલ્થ, ટ્રાવેલ્સ સહિત અન્ય ટોચના 10 લક્ષ્યાંકો ધરાવે છે.
· 62 ટકા મહિલાઓ જીવનમાં શાંતિ ઈચ્છે છે અને 42 ટકા મહિલાઓ વર્ક-લાઈફ બેલેન્સ ઈચ્છે છે.
· દર 3માંથી 5 મહિલાઓ પર્સનલ ફિટનેસ, ટ્રાવેલિંગને મહત્વ આપવા ઉપરાંત બાળકોના અભ્યાસને પણ પ્રાધાન્ય આપી રહી છે.
· ડ્રીમ હોમ – દર 2માંથી 1 મહિલાનો આ લક્ષ્ય
· જીવનના લક્ષ્યમાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય એ 2023માં દર બેમાંથી એક મહિલાના જીવનનો ઉદ્દેશ
· દર 3માંથી 1 મહિલા ટ્રાવેલનો લક્ષ્ય ધરાવે છે.
· જીવનના 70 ટકા લક્ષ્યો માટે લાઈફ ઈન્સ્યોરન્સ સૌથી વધુ પસંદગીનો રોકાણ વિકલ્પ
· 49 ટકા મહિલાઓએ નાણાકીય આયોજન માટે નિષ્ણાતની સલાહ લેવાની જરૂરિયાત દર્શાવી
રિસર્ચ ડિઝાઈન
કંતારમાં આયોજિત બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્ડિયાના લાઈફ ગોલ્સ પ્રિપેરડનેસ સર્વે 2023માં મેટ્રો, ટીઅર-1 અને ઉભરતા ટીઅર-2માંથી 13 શહેરોના 1936 લોકોને આવરી લેવામાં આવ્યા હતા.
આવરી લેવામાં આવેલા શહેરોઃ
· ઉત્તરઃ નવી દિલ્હી, લુધિયાણા, અને બરેલી
· પૂર્વઃ કોલકાતા, પટણા અને ભુવનેશ્વર
· પશ્ચિમઃ મુંબઈ, સુરત અને અમરાવતી
· દક્ષિણઃ ચેન્નઈ, બેંગ્લોર, મદુરાઈ અને ગુન્ટુર
ડેમોગ્રાફીઃ
· વયજૂથઃ 22-25 વર્ષ
· ન્યૂ કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ (NCCS) A1+, A1, A2/A3 (20:50:30 રેશિયો)
· પગારદારો અને બિઝનેસમેન/સેલ્ફ-એમ્પ્લોય્ડ (50:50)
· ઈન્વેસ્ટમેન્ટ ડિસિઝન-મેકર્સ
આંકડાકીય રીતે માન્ય વિગતોને આધારે ભારતના જીવન લક્ષ્યોની સર્વગ્રાહી સમજ પૂરી પાડવા માટે હોલિસ્ટિક અભિગમ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. ટેબ્લેટ-આધારિત રૂબરૂ મુલાકાતોનો ઉપયોગ કરીને ડેટા સંગ્રહ કરવામાં આવ્યો હતો. સર્વેનો ડેટા ઓક્ટોબર 2022માં એકત્રિત કરવામાં આવ્યો હતો.