Western Times News

Gujarati News

નરોલી ખાતે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય શિવકથાનો શુભારંભ

(પ્રતિનિધિ) નરોલી, આદિત્ય એનજીઓ દ્વારા ધાર્મિકતાનું જ્ઞાન આપવા નરોલી ખાતે શિવકથાનો શુભારંભ કર્યો. સેલવાસ, નરોલી બાલેશ્વર મહાદેવ મંદિરે શિવ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જે શિવ કથાના આયોજક એવા મંડળ પ્રમુખ નરોલી ભાજપ અને નરોલી પંચાયત સદસ્ય યોગેશસિંહ સોલંકી અને આદિત્ય એનજીઓ પ્રમુખ જુલિબેન સોલંકીએ આમંત્રણ આપતા સર્વે ભાવિક ભક્તોને જણાવ્યું છે કે,

મહા શિવરાત્રી નિમિત્તે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ કથાકાર ૫. પૂ. હરેશભાઇ ભોગાયતા પોતાની ઓજસ્વી મધુર વાણી દ્વારા સંગીતમય શિવકથાનું રસપાન કરાવશે. શનિવારે તા. ૦૨-૦૩-૨૦૨૪ કથાનો પ્રારંભ કર્યો છે. જ્યારે શુક્રવાર તા. ૦૮-૦૩-૨૦૨૪ ના રોજ કથાનો વિરામ થશે. દરરોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કથાનો સમય છે. જ્યારે શનિવાર તા. ૦૨-૦૩-૨૦૨૪ ના દિને બપોરે ૩.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

શનિવાર તા. ૦૨-૦૩-૨૦૨૪ ના દિને બપોરે ૨.૩૦ કલાકે પોથી યાત્રા નીકળી હતી. જે શ્રી ગંગેશ્વર મંદિરથી નિકળી શ્રી બાલેશ્વર મંદિર નરોલી કથા સ્થળે ગઈ હતી. શનિવાર તા. ૦૨-૦૩-૨૦૨૪ ના કથા મહાત્મ્ય શ્રવણ વિધી, રવિવાર તા. ૦૩-૦૩-૨૦૨૪ અગ્નિ સ્તંભ પ્રાગટ્ય, શિવલીંગ, ભસ્મ, રુદ્રાક્ષ મહિમા. સોમવાર તા. ૦૪-૦૩-૨૦૨૪ સતી જન્મ કથા, શિવ પાર્વતી વિવાહ, મંગળવાર તા. ૦૫-૦૩-૨૦૨૪ કાર્તિકેય, ગણેશ ચરિત્ર, બુધવાર તા. ૦૬-૦૩-૨૦૨૪ ઉમા સંહિતા, કૈલાસ, મહાત્મ્ય, ગુરૂવાર તા. ૦૭-૦૩-૨૯૨૪ જ્યોર્તિલિંગ મહાત્મ કથા, શુક્રવાર તા. ૦૮-૦૩-૨૦૨૪ શિવનામ મહિમા કથા વિરામ અને મહાપ્રસાદ શુક્રવાર તા ૦૮-૦૩-૨૦૨૪ ના દિને બપોરે ૧૨.૩૦ કલાકે થી પ્રારંભ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.