Congress: રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે
કોંગ્રેસની પ્રથમ યાદી માટે કુલ ૮૦ જેટલા ઉમેદવારોના નામો ઉપર ચર્ચા થઈ હતી. જેમાંથી ૩૯ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસની પ્રથમ યાદીમાં શશિ થરૂરનું નામ પણ સામેલ છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે ડીકે સુરેશને બેંગલુરુ ગ્રામીણમાંથી તક આપવામાં આવી છે. કોરબામાંથી જ્યોત્સના મહંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જ્યારે કેસી વેણુગોપાલને અલાફુજાથી તક આપવામાં આવી છે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. જ્યારે રાજેન્દ્ર શાહુને દુર્ગથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં ૩૯ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં શશિ થરૂરનું નામ પણ સામેલ છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે ડીકે સુરેશને બેંગલુરુ ગ્રામીણમાંથી તક આપવામાં આવી છે. કોરબામાંથી જ્યોત્સના મહંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલને અલાફુજાથી તક આપવામાં આવી છે.
પાર્ટીની પ્રથમ યાદીમાં સામાન્ય કેટેગરીના ૧૫ ઉમેદવારો અને જીઝ્ર-જી્ અનેમ્ઝ્ર કેટેગરીના ૨૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવા ૧૨ ઉમેદવારો છે જેમની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષો પોતાની તૈયારી મજબૂતી સાથે આરંભી દીધી છે. ભાજપે પોતાના ૧૯૫ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક પૂર્વ ઉમેદવારો છે તો ક્યાંક નવા ચહેરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ ૩૯ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. જેમાં રાહુલ ગાંધી સહિતના નામો સામેલ છે.
કોંગ્રેસની પહેલી યાદીમાં દિલ્લી, છત્તીસગઢ, તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કર્ણાટકા, કેરળ, મણિપુર, મેઘાલયા અને ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસની પ્રથમ યાદી માટે કુલ ૮૦ જેટલા ઉમેદવારોના નામો ઉપર ચર્ચા થઈ હતી. જેમાંથી ૩૯ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ નામોમાં ગુજરાતની એક પણ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી.