કઠલાલ પબ્લિક સ્કૂલની નવિન ઈમારતનું ખાતમુર્હુત કરાયું
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના કઠલાલ યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ કઠલાલ પબ્લિક સ્કૂલ ની નવિન ઇમારતનુ ખાત મુર્હુતનુ આયોજન કરવામાં આવ્યું હતું.કઠલાલ યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રજી.નં ઃ- એફ / ૨૬૩૬/ ખેડા) દ્વારા શિક્ષણ એજ કલ્યાણ ના માર્ગે ચાલી સમાજ મા ફેલાયેલા કુરિવાજો, ખોટા ખર્ચા બંધ થાય
અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય ફી મા ઉચ્ચ કક્ષાનુ શિક્ષણ મળી રહે તે માટેના ઇમારતના બાંધકામ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા ગામના આગેવાનો, યુવાઓ, આવેલ મહેમાનો દ્વારા મોટી માત્રામાં દાન, રકમ અને બાંધકામમાં વપરાતી ચીજવસ્તુઓ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણ (કેન્દ્રીય સંચાર મંત્રી – ભારત સરકાર)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાળા કૅમ્પસના સંગે બુનિયાદના કાર્યક્રમમાં રાજેશભાઇ ઝાલા (ધારાસભ્ય કપડવંજ વિધાનસભા), સૈયદ હાજી અબ્દુલ મિયાં (મુખી – કોર્પોરેટર રામોલ),જનાબ બદરુદ્દીન હલાણી (ટ્રસ્ટી – હાલાણી ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ આણંદ), જનાબ મોમીન ખાન પઠાણ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ – રામોલ), બદરુદ્દીન એ. મલેક (સામાજિક કાર્યકર),
જનાબ કરીમભાઈ મલેક (પ્રમુખ – મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ),જનાબ સીરાજ ભાઈ કુરેશી (મંત્રી – મ.ગુ.મુ.સે.સમાજ), નુરુલ વહોરા (પ્રમુખ – ચરોતર સુન્ની વહોરા સમાજ), જનાબ ઈદ્રિશ ભાઈ મન્સૂરી (સૂકુન ડિપ્લોપર્સ -અહમદાવાદ), જનાબ સાજીદ ભાઈ મીરઝા (પૂર્વ ડાયરેક્ટર, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ), જનાબ રમીઝ ખાન મીરઝા ( સામાજિક કાર્યકર) તથા આસપાસના અન્ય બીજા સામાજિક કાર્યકતાઓ,
આગેવાનો ગ્રામજનો મહિલાઓ તેમજ પુરુષો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધર્મગુરુ જનાબ ભીખુ બાપુ, જનાબ અબાબાપુ, જનાબ હનીફ બાપુ તથા સ્થાનિક ઇમામ સાહેબ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનુ સુંદર આયોજન સંસ્થા તથા કઠલાલ સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારંભના અંતે આયોજકો દ્વારા સ્વરૂચી ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.