પ્રાકૃતિક ખેતીના ઘઉં માવઠા સામે પણ અડિખમ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવકમાં તેજી
મહેસાણા, ખેડૂતો હવે દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદાઓ છે.એક ફાયદો એ છે કે, જમીનની ફળદ્રુપતા અનેભેજ ધારણની ક્ષમતામાં વધારો થાય છે. જેના કારણે પાકના મૂળ ઊંડે સુધી પહોંચે છે અને પાક ઉભો રહે છે. પાકનાં મૂળ ઊંડે સુધી હોવાના કારણે પવન અને માવઠામાં પાકની નીચે નમી જતો નથી.
જ્યારે સામાન્ય ખેતીમાં પાક નીચે નમી જાય છે. મહેસાણા જિલ્લાના તળેટી ગામના ખેડૂત પટેલ હરેશભાઈ શંકરભાઈ બિલ્ડર લાઇનનો વ્યવસાયને પડતો મૂકીને છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.
ખેડૂત હરેશભાઈ પટેલ હાલ ૪૪ વર્ષીય છે અને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કર્યા છે. બાદ બાંધકામના કામમાં જોડાયા હતાં. તેમની પાસે ૮ વિઘા જમીન ગામમાં હતી અને ભગિયુ આપી દેતા હતાં. બાદ બાગાયતી વિભાગમાંથી માહિતી મેળવીને પોતાનાં જમીનમાં ખેતી કરવાનો વિચાર કર્યો હતો. હાલ બાગાયતી અને ધાન્ય પાકનું વાવેતર કરે છે.
હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે એક વિઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. જેમાંથી ૩૫ મણનું ઉત્પાદન લીધું હતું અને ૩૫ થી ૪૦ હજાર જેટલો નફો થયો હતો. આ વર્ષે ચાર વિઘા જમીનમાં લોકલ ૪૫૧ પ્રકારની વેરાઈટીના ઘઉંનું વાવેતર કર્યું છે.
જે પ્રતિ વિઘે ૪૦ થી ૪૫ મણનું ઉત્પાદન આપે છે. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ખેડુતે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના કારણે વાવેતર કરેલા ઘઉંને માવઠા અને ભારે પવનની પણ કોઈ ખાસ અસર થતી નથી. કારણ કે પ્રાકૃતિક ખેતી કરતા જમીનની ફળદ્રુપતા, ગુણવત્તા અને ભેજ ધારણ શક્તિનો વધારો થાય છે. જેના કારણે પાકના છોડના મૂળ ખૂબ ઊંડે સુધી જઈ શકે છે.
પરિણામે પાકની પકડ જમીન સાથે મજબૂચ રહે છે.માવઠામાં આવતા પવન છતાં પણ ઘઉં પડતા નથી. રાસાયણિક ખેતી દ્વારા ઉગાડેલા પાકમાં જમીન ખરાબ થઈ ગઈ હોવાથી પાકના મૂળ ઉપર ઉપર જ હોય છે, જેના કારણે સામાન્ય પવનના આવે તો પણ છોડ જમીનદોસ્ત થઈ જતો હોય છે.
આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી હતી.
આજે કુલ ૧૬ જણસીઓની આવક નોંધાઇ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે. કારણ કે, ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
યાર્ડમાં આજે ખેડૂતોને તુવેર સારા એવા ભાવ મળ્યા હતા. આજે ૩,૭૬૮ Âક્વન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨,૦૬૧ રૂપિયા, એક મણનો નીચો ભાવ ૧,૮૫૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૯૮૦ રૂપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેર અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યાં હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન, તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની ૪,૧૩૨ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૬૬૩, એક મણનો નીચો ભાવ ૪૬૦ અને સામાન્ય ભાવ ૪૮૦ રૂપિયા નોંધાયો હતો.SS1MS