ઝારખંડ : કોંગ્રેસ-JMM ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ
રાંચી: ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામ સામે આવ્યા હતાં જેમાં જેએમએમ કોંગ્રેસ અને રાજદના ગઠબંધનને બહુમતિ મળી છે અને ભાજપે રાજયમાંથી સત્તા ગુમાવી છે. મહાગઠબંધનની જીત બાદ કાર્યકરોમાં ખુશી ફેલાઇ ગઇ હતી અને પાર્ટી કાર્યાલય ખાતે પહોંચીને જીતની ઉજવણી કરી હતી. જયારે ભાજપની કચેરી ખાતે સન્નાટો છવાઇ ગયો હતો.
મુખ્યમંત્રી રધુવરદાસે જનાદેશનો સ્વીકાર કર્યો છે તેમણે કહ્યું હતું કે અમે પાંચ વર્ષમાં સારૂ શાસન આપવાનો પ્રયાસ કર્યો છે. અમે જનતાના જનાદેશને આવકારીઅએ છીએ પાર્ટીની હાર મારી હાર છે. એ યાદ રહે કે ઝારખંડમાં પાંચ તબક્કામાં થયેલું મતદાન ૩૦ નવેમ્બરથી શરૂ થયું હતું અને ૨૦ ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. ૨૪ જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ હતી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો હતો
અત્યાર સુધીના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ જાઇએ તો ભાજપને ૨૯જેએમએમ અને સાથી પક્ષોને ૪૧, એજેએસયુને ચાર, જેવીએમને ત્રણ અને અન્યને ચાર બેઠકો મળી છે. ઝારખંડના ચૂંટણી પરિણામોમાં ભાજપને મળેલી પછડાટ પર શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે તેને નાગરિકતા સંશોધન કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.
રાજ્યની ચૂંટણી રાજ્યના મુદ્દાઓ પર લડાતી હોય છે. મતગણતરીમાં જેમ જેમ મતપેટીઓ ખુલી રહી હતી તેમ તેમ રાજકીય પાર્ટીની ગતિવિધિઓ ઝડપી થઈ રહી હતી અંતે ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીને સ્પષ્ટ બહુમત મળી હતી જ્યારે ભાજપ ૨૯ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ તો છે પરંતુ બહુમત નથી. ભાજપે છેલ્લા એક વર્ષમાં પાંચ રાજયોમાં પોતાની સત્તા ગુમાવી છે ઝારખંડમાં વિધાનસભાના અધ્યક્ષ,ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પણ પરાજય થયો હતો. સૌથી પહેલા પોસ્ટલ મતોની ગણતરી થઈ હતી.
એ યાદ રહે કે ભાજપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડે છે ત્યાં પાર્ટી માટે મુશ્કેલી ઉભી થાય છે. જેનું ઉદાહરણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં જોવા મળ્યું છે. હરિયાણાની ચૂંટણીમાં અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા પર ચૂંટણી લડી હતી, પરંતુ ત્યાં પણ આંકડો બહુમતથી દૂર રહ્યો હતો.
જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના કોઈ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને ૪૦૦માંથી ૩૨૫ બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વાત કરવામાં આવે તો, જ્યારે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડી હતી તો ત્યારે અપેક્ષા કરતા વધારે બેઠક મળી હતી. મહારાષ્ટ્રમાં બીજેપી એકલી જ બહુમત નજીક બહોંચી હતી, ઝારખંડમાં બીજેપીના તેના સાથી આજસૂ એજેએસયુસાથે સ્પષ્ટ બહુમત મળ્યો હતો.
હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી એકલી જ બહુમત નજીક પહોંચી હતી. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ભલે દાવો કરે કે તેની પાસે સ્થાનિક નેતૃત્વ છે પરંતુ છ રાજ્યની ચૂંટણીમાં સ્પષ્ટ થયું છે કે પાર્ટીને નરેન્દ્ર મોદીના નામ પર વોટ મળે છે, દેશની જનતા વડાપ્રધાન મોદીને પસંદ કરે છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ચૂંટણી પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૩૦૦ બેઠક મળી હતી.
જે રાજ્યોમાં બીજેપીનો સફાયો થઈ ગયો હતો ત્યાં પણ બીજેપીને સારી એવી બેઠક મળી હતી. હરિયાણા અને ઝારખંડમાં પણ બીજેપીએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષાથી વધારે સીટ જીતી હતી. પરંતુ જ્યારે સ્થાનિક નેતાના ચહેરા પર ચૂંટણી થઈ તો ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકાર સરકી ગઈ હતી. આનાથી સ્પષ્ટ સંકેત છે કે બીજેપીના મુખ્યમંત્રી જનતાની અપેક્ષા પર ખરા નથી ઉતરી રહ્યા.
રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન ભલે ચૂંટણી પ્રચાર કરે, પરંતુ વોટ આપતી વખતે લોકોને મુખ્યમંત્રી પદ માટે જાહેર થયેલા નેતાનો ચહેરો યાદ આવે છે.પરિણામો આવ્યા બાદ હેમંત સોરેને રાજયની જનતાનો જીત માટે આભાર વ્યકત કર્યો હતો તેમણે ગઠબંધનના નેતાઓનો પણ પોતાના પર વિશ્વાસ માટે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે કોઇને આશા તુટવા દઇશ નહીં.