દારૂનું દુષણ ડામવા અને બંધ પોલીસ ચોકી ચાલુ કરવા ધોરાજીમાં રજુઆત
રાજકોટ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો સાથે લોક દરબારમાં લોકોની વાત સાંભળી
ધોરાજી, ધોરાજી પોલીસ સ્ટેનના વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવેલા રાજકોટ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો સાથે લોક દરબાર યોજીને શહેરના કાયદો અને વ્યવસ્થા બાબતના કોઈ પ્રશ્નો અંગે સુચન માગ્યા હતા.
નગરપાલિકાના પુર્વ નગરપતી ડી.એલ.ભાષાએ રજુઆત કરી ધે ધોરાજીના બહારપુરા તેમજ વણકરવાસ વગેરે વિસ્તારોમાં દેશી તેમજ અંગ્રેજી દારૂનુંદુષણ અને કેફી દ્રવ્યોનું સેવન વધ્યું છે. આ સમયે પોલીસે કામ કરતી નથી અને દલીત સમાજથી તેમજ એટ્રોસીટીથી ડરતી હોય છે. એવું અમને લાગી રહયું છે. આ વિસ્તારમાં આવું દુષણ તાત્કાલીક નાબુદ કરવા ખાસ ભાર મુકયો હતો.
શહેરની પોલીસ ચોકીઓ બંધ હાલતમાં છે. તે તાત્કાલીક ખોલી દેવા અને પોલીસ સ્ટાફને મુકવા રજુઆત કરી હતી. ધોરાજીના હાર્દ સમાન ગણાતા વિસ્તાર નગરપાલિકાની બિલકુલલ બાજુમાં જ ત્રણ દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફીક જામ થઈ રહયો છે તે બાબતે પણ રજુઆત જીલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરવામાં આવ્યું.
જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે શહેરમાં અથવા તો જીલ્લામાં કોઈપણ જગ્યાએ દારૂ જુગારની બદી ચલાવવામાં નહી ાવે પોલીસ પોલીસની રીતે જ કડક હાથે કામ કરશે તેમ જણાવી ઉમેયું કે લોકો પણ ટ્રાફીકના નિયમનું પાલન કરે, પોલીસને પુરતો સહકાર આપે.
પોલીસ ચોકીમાં તાત્કાલીક અસરથી બીટ જમાદારોને મુકવાની જાહેરાત કરી હતી અને ત્રણ પીએસઆઈ છે તેમને પણ પોલીસ સ્ટેશનની સાથે સાથે પોલીસ ચોકીમાં પણ હાજરી આપવા તાકીદ કરી હતી.
અખીલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે જણાવ્યું કે શહેરના આગેવાનો પોલીસ સાથે સંકલનમાં રહીને કામ કરે છે. કોઈપણ પ્રશ્ન હોય તો તાત્કાલીક તેનું નિરાકરણ થતું હોય છે. નવા આવેલા પોલીસ ઈન્સ્પેકટર રવી ગોધમે તાત્કાલીક ચાર્જ સંભાળતાની સાથે જ એકાદ કિલો કેફી ગાંજો પકડી પાડયો છે. તાલુકામાં પણ વિક્રમસિંહ જેઠવાની કાયદો વ્યવસ્થા બાબતે સારી કામગીરી છે.
આ સાથે શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોએ પણ પોલીસની સારી કામગીરી બાબતે શુભેચ્છા પાઠવી કાયદો વ્યવસ્થા બાબતે સુચનો કર્યા હતા. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને આઈજીનું પ્રમોશન મળતા ધોરાજીના પત્રકારો કિશોરભાઈ રાઠોડ, નયનભાઈ કુહાડીયાય, ભરતભાઈ બગડા વગેરેએ સન્માન કર્યું હતું.