૧૧૧ સ્ટેશન પર રોકાયા બાદ પણ પરફેક્ટ ટાઈમે પહોંચે છે ટ્રેન
નવી દિલ્હી, શું તમે દેશની એ ટ્રેન વિશે જાણો છો, જે સૌથી વધારે સ્ટેશન પર રોકાય છે. આ એ ટ્રેન છે, જે ૧૦,૨૦ અથવા ૩૦ નહીં પણ પુરા ૧૧૧ સ્ટેશનો પર રોકાયને યાત્રીઓને ઉતારે છે અને ચડાવે છે. ખાસ વાત એ છે કે, સોથી વધારે રેલવે સ્ટેશન પર રોકાયા બાદ પણ આ ટ્રેન રાઈટ ટાઈમ પર આવે છે. આ ટ્રેનનું નામ હાવડા-અમૃતસરની વચ્ચે ચાલે છે. ટ્રેન ૧૯૧૦ કિમીનું અંતર કાપે છે.
હાવડાથી અમૃતસરનું આ અંતર હાવડા-અમૃતસર મેલ લગભગ ૩૭.૩૦ કલાકમાં કાપે છે. તેને આ સફર પુરા કરવામાં બે રાત અને એક દિવસનો સમય લાગે છે. આ ગાડી પશ્ચિમ બંગાળ, બિહાર, યૂપી, હરિયાણા થતાં પંજાબના ઐતિહાસિક શહેર અમૃતસર પહોંચે છે.
અમૃતસરથી તે હાવડા માટે રવાના થાય છે. આ ગાડી આસાનસોલ, બર્ધમાન, પટના જંક્શન, બક્સર, વારાણસી, લખનઉ, બરેલી, અંબાલા, લુધિયાણા અને જાલંધર જેવા પ્રખ્યાત રેલવે સ્ટેશન સહિત ૧૧૧ સ્ટેશન પર રોકાય છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડા સ્ટેશનથી સાંજના ૭ વાગ્યેને ૧૫ મિનિટ પર ચાલે છે.
ત્રીજા દિવસે સવારે ૮ વાગ્યે ૪૦ મિનિટ પર અમૃતસર પહોંચે છે. ૧૩૦૦૫ હાવડા-અમૃતસર મેલના સ્લીપર ક્લાસનું ભાડુ ૬૯૫ રૂપિયા છે. આવી જ રીતે થર્ડ એસીનું ભાડું ૧૮૭૦ રૂપિયા અને સેકન્ડ એસીનું ૨૭૫૫ રૂપિયા છે. ફર્સ્ટ ક્લાસનું ભાડુ ૪૮૩૫ રૂપિયા છે.
જનરલ કોચનું ભાડુ ૪૦૦ રૂપિયા છે. ભારતની સૌથી લાંબા રુટ પર ચાલતી ડિબ્રુગઢ-કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ ૪૨૩૪ કિમીનું અંતર કાપે છે. તે પોતાના રસ્તામાં કુલ નવ રાજયોમાંથી પસાર થાય છે પણ તેમ છતાં તે ૫૯ રેલવે સ્ટેશનો પર જ રોકાય છે. આ ટ્રેન આસામ, નાગાલેન્ડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરલ અને તમિલનાડૂમાંથી થઈને પસાર થાય છે.SS1MS