ગજનીથી લઇને દંગલમાં આમિરનો જોવા મળ્યો અજબ-ગજબ લુક
આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે
મુંબઈ, મિસ્ટર પરફેક્શનિસ્ટથી ઓળખાતા બોલિવૂડ એક્ટર આમિર ખાનનો આજે એટલે કે ૧૪ માર્ચના રોજ ૫૯મો બર્થ ડે છે. આમિરની ફિટનેસ જોઇને ઉંમરનો અંદાજો કોઇ લગાવી શકે નહીં. ફિટનેસ જોઇને એ કહેવુ મુશ્કેલ છે કે આમિર ૫૯ વર્ષના થઇ ગયા.
હેલ્થને લઇને જાગરુક રહેનાર આમિર ખાને ફિલ્મ કયામત સે કયામત તકથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મ વર્ષ ૧૯૮૮માં રિલીઝ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધીમાં આમિરની એક્ટિંગની સફર શરૂ છે. આમિર ખાનની અનેક મુવી સુપર હિટ રહી છે.
ખાસ વાત તો એ છે કે એક અલગ ભૂમિકામાં જોવા મળે છે. આમ, વાત ગજની હોય કે દંગલની..આમિર ખાન દરેક ફિલ્મમાં અલગ-અલગ લુકમાં જોવા મળ્યો છે.
આ ફિલ્મમાં આમિર ખાન એક માસુમ પંજાબી છોકરાની ભૂમિકા નિભાવી હતી. ૫૦ વર્ષની ઉંમરમાં આમિર ખાને ૨૦ વર્ષ જેવી ભૂમિકા નિભાવીને લોકોનું દિલ જીતી લીધુ હતુ. ફિલ્મમાં એમની એક્ટિંગની સાથે-સાથે સરદાર જીનો લુકે પણ ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.
આમિર ખાને આ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી લોકોને ચોંકાવી દીધી હતી. આ ફિલ્મમાં આમિર ખાન બિઝનેસમેન સંજય સિંઘાનિયાના રોલમાં નજરે પડ્યો હતો જે એક ચુલબુલી છોકરીના પ્રેમમાં પડે છે. પરંતુ એક ઘટના પછી સંજયને શોર્ટ ટર્મ મેમરી લોસની બીમારી લાગી જાય છે.
દરેક વાતને એ માત્ર ૧૫ મિનિટ સુધી યાદ રાખે છે. આ ફિલ્મમાં આમિર ખાનની એક્ટિંગની સાથે-સાથે એના લુકે પણ લોકોનુ દિલ જીતી લીધુ હતુ. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલ મહાવીર સિંહ ફોગટની બાયોપિક ફિલ્મ છે, જે કુશ્તી ચેમ્પિયન ગીતા અને બબીતા ફોગટના પિતા છે.
આ ફિલ્મમાં આમિર ખાનનુ ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યુ હતુ. કહેવાય છે કે આ રોલને મજબૂત બનાવવા અને જીવંત કરવા માટે આમિરે એનુ વજન ૭૦ કિલોથી વધારીને ૯૭ કિલો કર્યુ હતુ. આમિર ખાનની એક્ટિંગને લોકોએ ખૂબ વખાણી હતી.
પીકે મુવીમાં આમિર ખાનની સૌથી પોપ્યુલર ભુમિકામાંથી એક છે. આમિર ખાનની ફિલ્મ ૩ ઇડિયડ્સ આજે પણ લોકોને જોવી ગમે છે. આ મુવીમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યુ હતુ.SS1MS