Western Times News

Gujarati News

શાહરૂખે એડ શીરનને શિખવાડ્યો આઇકોનિક પોઝ

મુંબઈ, ભારતમાં વિદેશી સિતારાઓના મ્યૂઝિક કોન્સર્ટ ખૂબ થવા લાગ્યા છે. બોલિવૂડ સ્ટાર્સની સાથે હોલિવૂડ સ્ટાર્સ પણ હવે જોવા મળી રહ્યા છે.

જો કે આ રેસિયો પહેલાં કરતા વધી ગયો છે. જામનગરમાં રિહાનાના ધમાકેદાર પરર્ફોમન્સ પછી એક મ્યૂઝિક કોન્સર્ટ માટે એડ શીરન આ દિવસોમાં ભારતમાં છે. એડ શીરન આ પહેલાં પણ ભારત આવી ચુક્યા છે. શેપ ઓફ યૂ ગીતથી ભારતમાં છવાઇ ગયેલા એડ શીરન આ દિવસોમાં મુંબઇમાં છે અને બોલિવૂડ સ્ટાર્સની સાથે સમય વિતાવી રહ્યા છે. સતત એમના વિડીયો અને તસવીરો સામે આવી રહ્યા છે.

ક્યારેક ક્લબમાં પાર્ટી કરતા જોવા મળ્યા તો ક્યારેક સ્કૂલના બાળકોને ગીતો સંભળાવતા. આ વચ્ચે એડ શીરનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં શાહરુખ ખાનની સાથે જોવા મળે છે. સોશિયલ મિડીયામાં આ સમયે એક વિડીયો જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં શાહરુખ ખાન અને એડ શીરન એક સાથે ડાન્સ મુવ કરતા જોવા મળી રહ્યા છે. શાહરુખ એડને આઇકોનિક ડાન્સ સ્ટેપ શિખવાડી રહ્યો છે. એડ શીરન શાહરુખના સ્ટેપને ફોલો કરે છે અને મસ્ત ડાન્સ કરી રહ્યા છે. શાહરુખ અને એડ શીરનનો આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આમ, એડ શીરન અને શાહરુખ આ મુવને કમ્પ્લીટ કર્યા પછી એકબીજાને ગળે મળે છે.

શાહરુખ આ દરમિયાન મસ્ત અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ વિડીયો કોઇ બીજાએ નહીં પરંતુ ડાયરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાને શેર કર્યો છે.

આ દિવસોમાં ફરાહ ખાન અને શાહરુખ ખાન બન્નેને એડ શીરનની મુલાકાત કરી. આ વિડીયોને પોસ્ટ કરતા ફરાહ ખાને લખ્યુ છે કે, જ્યારે એડ શીરન અને શાહરુખ ખાન એક સાથે હોય છે ત્યારે પરિણામ આવું હોય છે. આ વિડીયો જોયા પછી શાહરુખ ખાનના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. આખરે જે રીતે શાહરુખ ખાન એડ શીરનની સાથે જોવા મળે છે એ જોઇને ફેન્સનું કહેવુ છે કે આ એક પરફેક્ટ જેન્ટલમેન છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.