અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર તોડશે બધા રેકોર્ડ?
મુંબઈ, બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર છે. લાંબા સમયથી સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મો સિનેમાઘરોમાં હિટ રહેતી નથી. સૂર્યવંશી પછી અક્ષય કુમારની આગામી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ પરફોર્મ કરી શકી નથી, પરંતુ વર્ષ ૨૦૨૪-૨૫માં સુપરસ્ટાર અક્ષય કુમાર ફરી એક વાર સિનેમાઘરોમાં બધા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.
આવનારી આ ઘાંસૂ ફિલ્મો બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી શકે છે. આમ વાત કરવામાં આવે તો હાલમાં એક ખબર સામે આવી હતી કે સુપરસ્ટાર અક્ષય કુમાર એની આગામી ફિલ્મ માટે નિર્દેશક મૃગદીપ લાંબાની સાથે હાથ મેળવ્યો છે. અક્ષય કુમાર સ્ટારર નિર્દેશક મૃગદીપ લાંબાની આ અપકમિંગ મુવી એક કોમેડી ડ્રામા મુવી હશે.
ટાઇગર શ્રોફ અને અક્ષય કુમારની એક્શન ડ્રામા મુવી ૧૧ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ મુવીમાં એક્સ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. તમિલ સુપર સ્ટાર સૂર્યા સ્ટારર બ્લોકબસ્ટર મુવી સોરારઇ પોટ્ટરુની હિન્દી રિમેક પણ આ વર્ષે સિલ્વર સ્ક્રૂન પર રિલીઝ થશે. આ મુવી ૧૨ જુલાઇ ૨૦૨૪ના રોજ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.
આ મુવીમાં અદાકાર રાધિકા મદાન જોવા મળશે. અક્ષય કુમાર સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે. આ મુવીને મેકર્સ આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરશે. મુવીમાં અક્ષય કુમારનો એક જબરજસ્ત કેમિયો નજર પડશે.
અક્ષય કુમાર અને સારા અલી ખાન સ્ટારર મુવી ર્સ્કાઇફોર્સના મેકર્સ આ વર્ષે ૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રિલીઝ કરશે. આ ફિલ્મને લઇને ફેન્સમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર મુવી વેલકમ ૩ પણ આ વર્ષે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.
આ મુવીને મેકર્સ ક્રિસમસમાં એટલે કે લગભગ ૨૦ ડિસેમ્બરના રોજ રિલીઝ કરવાની તૈયારીમાં છે. બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને વારસી સ્ટારર કોર્ટ રૂમ ડ્રામા મુવી જોલી એલએલબી ૩ને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ મુવી આગામી વર્ષ ૨૦૨૫ સુધી રિલીઝ થઇ શકે છે.
સાયકો મુવીને લઇને સતત ચર્ચાઓ થઇ રહી છે. આ મુવી રોહિત શેટ્ટી અને મોહિત સુરી મળીને બનાવશે. આ મુવી વર્ષ ૨૦૨૫ સુધી રિલીઝ થશે.SS1MS