36 ટુ-વ્હીલર અને 3 રિક્ષા બળીને ખાક થયાં ફતેહવાડીના ફ્લેટમાં લાગેલી આગના કારણે
ફતેહવાડીના ફ્લેટમાં મોડી રાતે ભીષણ આગ: વૃદ્ધાનું મોત
કેટલાંક અસામાજિક તત્વોએ ઈરાદાપૂર્વક આગ લગાવી હોવાનો સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ: ફાયર બ્રિગેડે ૨૦૦થી વધુ વ્યક્તિઓને બચાવી
અમદાવાદ, દાણીલીમડાના ખ્વાજા ફ્લેટના પા‹કગમાં થોડા દિવસ પહેલાં લાગેલી આગના કિસ્સામાં બે બાળકીઓના મોત થયાં હતાં.તે વખતે ગ્રાઉન્ડ ફ્લોરની ઈલેક્ટ્રિક પેનલ અને પાર્ક કરેલા એક્ટિવામાં આગ લાગતાં લોકોમાં બારે નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટનાએ સમગ્ર અમદાવાદમાં ભારે ચકચાર મચાવી હતી. જો કે તેની હજુ શાહી સુકાઈ નથી અને ફતેહવાડી વિસ્તારના મેટ્રો મેન્શનમાં મોડી રાતે આગ ફાટી નીકળતાં એક વૃદ્ધાનું ગૂંગળામણથી કમનસીબે મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન મહિનામાં લાગેલી આ આગની દુર્ઘટના પણ ટોક ઓફ ધ ટાઉન બની છે.
શહેરના ફતેહવાડી વિસ્તારની મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના ભોંયતળિયામાં મોડી રાતે સવા ત્રણ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી.
આ ફ્લેટના પા‹કગમાં આગ લાગવાની ઘટના બનતાં તેના ધુમાડા અને આગની જ્વાળાઓએ ફ્લેટના રહેવાસીઆએને બેબાકળા કરી દીધા હતા.
દરમિયાન, મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને આગને લગતો કોલ મળતાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર જયેશખડિયા અને એડિશનલ ચીફ ઓફિસર મિથુન મિસ્ત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ આગ બુઝાવાવની કામગીરી માટે દસ ગાડી લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ આગ અને ધુમાડામાં ફસાયેલા ફ્લેટના બીજા માળથી ઉપરના રહેવાસીઓને તાબડતોબ ધાબામાં શિફ્ટ કર્યા હતા. જ્યારે પહેલા અને બીજા માળેથી યુવાના વ્યક્તિઓને આગ બુઝાવાની કામગીરીની સાથે-સાથે સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા સીડી મૂકીને પણ પહેલાં અને બીજા માળે ફસાયેલા અશક્ત લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા.
ઉપરાંત બેથીત્રમ વૃદ્ધોને ઝોળીમાં બેસાડીને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ભોંયતળિયે લાગેલી આ આગની દુર્ઘટનામાં ૩૯ સ્કૂટર-બાઈક અને ત્રણ રિક્ષા બળીને ખાક થઈ જતાં આસપાસના વિસ્તારના લોકો પણ ભારે ભયભીત બની ગયા હતા.