અભિનેતા શાહિદ કપૂરે ચોંકાવનારી પોસ્ટ શેર કરી
મુંબઈ, શાહિદ કપૂર આ દિવસોમાં એની મોસ્ટ અવેટેડ ફિલ્મ દેવાને લઇને ચર્ચામાં છે. એક્ટરે હવે આ ફિલ્મની પહેલી ઝલક શેર કરી છે. એક્ટરની સામે આવેલી આ નવી તસવીર જોઇને ફેન્સ ચોંકી ઉઠ્યા છે.
જો કે આ તસવીર જોયા પછી ફેન્સ વખાણ કરી રહ્યા છે. શાહિદ કપૂર આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ દેવાને લઇને સતત ચર્ચામાં રહે છે. હાલમાં શાહિદે ફેન્સને પોતાની લેટેસ્ટ અપડેટ આપી છે.
શાહિદ કપૂરે હાલમાં એક ફોટો શેર કરતા એમની અપકમિંગ ફિલ્મની જાણકારી આપી છે. આ ફિલ્મ પહેલાં શાહિદ કૃતિ સેનની સાથે ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા ઝિયામાં જોવા મળ્યો હતો. શાહિદ કપૂર ફેન્સ એની આવનારી ફિલ્મ ‘દેવા’ને લઇને સુપર એક્સાઇટેડ છે.
આ ફિલ્મમાં શાહિદનો અલગ-અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર રોશન એન્ડ્રોયુઝના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહિદ કપૂર સિવાય પૂજા હેગડે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. હાલમાં શાહિદે સેટ પરથી જે તસવીર શેર કરી છે એમાં જીન્સ અને બંડીમાં જોવા મળી રહ્યો છે.
શેર કરેલા ફોટામાં શાહિદ કપૂર પાછળની બાજુ મોં કરતા જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં એક્ટરનો ફ્રન્ટ લુક જોવા મળી રહ્યો છે. એક્ટરે જે તસવીર શેર કરી છે એમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. ફોટામાં એક્ટર એના બાયસેપ્સને ફ્લોન્ટ કરી રહ્યો છે.
આ પોસ્ટ જોઇને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે આગામી ફિલ્મમાં શાહિદનો લુક જબરજસ્ત હશે. આમ, તમને જણાવી દઇએ કે શાહિદ કપૂરની આ પોસ્ટ પર એના ફેન્સ જબરજસ્ત રિએક્શન આપી રહ્યા છે. લોકો શાહિદની આ પોસ્ટ પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ ફોટો શેર કરતા શાહિદ કપૂર કેપ્શનમાં લખ્યુ છે કે ‘દેવાના સેટ પરથી વાપસી. ઉલ્લેખનીય છે કે શાહિદનો ફેન વર્ગ બહુ મોટો છે.
હંમેશા એક્ટરની ફિલ્મ માટે ફેન્સ સુપર એક્સાઇટેડ હોય છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયા પણ ફેન્સને ખૂબ પસંદ પડી હતી. આ મુવીમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતા.SS1MS