Western Times News

Gujarati News

હવે અમદાવાથી ગોવા જવા માટે મળશે વધુ ૬ ફ્લાઇટસ

નવી દિલ્હી, હવે ઉનાળુ વેકેશનની સિઝન શરૂ થતાં ગોવા ફરવા જનાર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થાય છે. આ માટે વિસ્તારા એરલાઇન્સે હવે વધુ ૬ ફ્લાઇટસ સીધી ગોવાની શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદથી હવે ગોવા જવા અમદાવાદથી સીધી ૬ ફ્લાઇટ મળશે. ઉપરોક્ત બંને રૂટ પરની ફ્લાઇટ ૨૬ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.ઉનાળું સમયપત્રકમાં અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની ૧૦ નવી ફ્લાઇટ શરૂ થવાની છે. અમદાવાદથી નાંદેડ રૂટ પર પ્રથમ વખત ફ્લાઇટ ઓપરેટ થશે. આ રૂટ પર એરલાઇન ૭૬ સીટરનું જેટ એરક્રાફ્ટ ઓપરેટ કરશે. જેમાં ૧૨ સીટ બિઝનેસ ક્લાસની હશે.

નાંદેડનું વનટાઇમ ફેર ૨૯૯૯ રહેશે. વિસ્તારાની ગોવાની ફ્લાઇટ બપોરે ૧.૨૦એ અને સ્ટાર એરની નાંદેડ ફ્લાઇટ દર સોમ, મંગળ, ગુરુ અને શનિવારે બપોરે ૨.૨૫એ ઉપડશે.

સ્ટાર એર અમદાવાદ-ભુજ વચ્ચે પણ ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરાશે છે. ભુજ જતી ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની ૧૨ સીટ મળી રહેશે,હાલ આ રૂટ પર ૫૦ સીટર જેટનો ઉપયોગ કરવામાં આવે છે. સપ્તાહમાં ૪ દિવસ આ રૂટ પર ૭૬ સીટર જેટનો ઉપયોગ થશે. તો બીજી તરફ હવે આપને અમદાવાદ એરપોર્ટથી રીક્ષા નહિ પરંતુ કેબ અથવા બસનો જ વિકલ્પ પસંદ કરવો પડશે.

અમદાવાદ એયરપોર્ટમાં અચોક્કસ મુદ્દત સુધી રિક્ષા પર નો એન્ટ્રી રહેશે. મુસાફરોને હવેથી માત્ર કેબ અને પબ્લિક ટ્રાંસપોર્ટ પર નિર્ભર રહેવું પડશે. ડોમેસ્ટિક ટર્મિનલમાં એયરપોર્ટના સુરક્ષાકર્મી અને રિક્ષાચાલકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટના ઘટી હતી ત્યાર બાદ અમદાવાદ એયરપોર્ટે પર રિક્ષા સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.