Western Times News

Gujarati News

૪ વર્ષનો પગાર ભેગો કરીનેય નહીં ખરીદી શકો અત્તર

નવી દિલ્હી, કન્નૌજને અત્તર અને ઈતિહાસના શહેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં બનેલા પરફ્યુમ સમગ્ર દુનિયામાં ફેમસ છે, તો કેટલાક એવા જ પરફ્યુમ પણ છે. જે તેમની કિંમત માટે પણ જાણીતા છે. જેમાંથી પ્રથમ આવે છે અગર વૂડ પરફ્યુમ.

અગર વુડના પરફ્યુમની કિંમત ૪૮ લાખથી ૫૦ લાખ રૂપિયા સુધીની હોય છે. આ પરફ્યુમની સુગંધ ગલ્ફ દેશોમાં વધુ પસંદ કરવામાં આવે છે. તેની તીખી સુગંધ વિદેશમાં લોકોને તેના દિવાના બનાવે છે. લોકોને ગુલાબના ફૂલોની સુગંધ ખૂબ જ ગમે છે. જેથી ઘણા લોકો ગુલાબમાંથી બનેલા અત્તરનો પણ ઉપયોગ કરે છે.

આ અત્તરનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે. આ પરફ્યુમની કિંમત ૨૦ થી ૨૨ લાખ રૂપિયા પ્રતિ કિલો હોય છે. કન્નૌજમાં બેલાના ફૂલોમાંથી પણ અત્તર તૈયાર કરવામાં આવે છે. આ ફૂલમાંથી અત્તર બનાવવા માટે સાંજે ઝાડ પરથી ફૂલ તોડી લેવામાં આવે છે.

કારણ કે એવું માનવામાં આવે છે કે સાંજે આ ફૂલની સુગંધ અનેક ગણી વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બનેલું પરફ્યુમ પણ ખૂબ જ ખાસ બની જાય છે. જો તેની કિંમતની વાત કરીએ તો આ પરફ્યુમ ૮ થી ૧૦ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શમામાના પરફ્યુમને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ પરફ્યુમમાં એવા અનેક ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ પરફ્યુમમાં ઘણી હિમાલયન જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ પરફ્યુમની કિંમત પણ ૪ થી ૫ લાખ રૂપિયા પ્રતિ કિલો છે. જો માટીના અત્તરની વાત કરીએ તો આ પરફ્યુમની સુગંધ પહેલા વરસાદમાં માટીમાંથી નીકળતી સુગંધની યાદ અપાવે છે.

કારણ કે આ પરફ્યુમની સુગંધ પણ એવી જ રીતે ખૂબ જ મીઠી હોય છે. આ પરફ્યુમનો ઉપયોગ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ કરે છે. આ પરફ્યુમની કિંમત પણ ૧ લાખ રૂપિયાથી ૧ લાખ ૮૦ હજાર રૂપિયા સુધીની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.