ચૂંટણીપંચે ઈલેકટોરલ બોન્ડની 763 પેજની બીજી યાદી કરી અપલોડ
ચૂંટણીપંચે ઈલેકટોરલ બોન્ડની ૭૬૩ પેજની બીજી યાદી કરી અપલોડઃ વર્ષ ૨૦૧૭-૧૮નો ડેટા સાર્વજનિક
નવી દિલ્હી, ચૂંટણી પંચે ૧૬ માર્ચે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડના નવા ડેટા રવિવારે તેમની ઓફિસિયલ વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. નવા ડેટામાં નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે બોન્ડની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૪ માર્ચે કમિશને ૭૬૩ પેજની બે લિસ્ટ જાહેર કર્યા હતા.
જેમાં એપ્રિલ ૨૦૧૯ પછી ખરીદેલા અથવા રોકડ કરાયેલ બોન્ડ વિશેની માહિતી વેબસાઇટ પર અપલોડ કરી હતી. એક યાદીમાં બોન્ડ ખરીદનારાઓની માહિતી છે જ્યારે બીજી યાદીમાં રાજકીય પક્ષોને મળેલા બોન્ડની માહિતી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) એ ૧૪ માર્ચે ચૂંટણી પંચને બોન્ડ સંબંધિત માહિતી આપી હતી. તેમાં બોન્ડના અનન્ય આલ્ફા ન્યુમેરિક નંબરો નહોતા.
કોર્ટે જીમ્ૈંને ૧૫ માર્ચે નોટિસ પાઠવીને ૧૮ માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો. ચૂંટણી પંચના ડેટા અનુસાર ભાજપે કુલ રૂપિયા ૬ હજાર ૯૮૬ કરોડના ઈલેક્ટોરલ બોન્ડને રોક્યા છે. પાર્ટીને ૨૦૧૯-૨૦માં સૌથી વધુ ૨ હજાર ૫૫૫ કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. ૬૫૬.૫ કરોડ મળ્યા હતા. જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગના રૂ. ૫૦૯ કરોડનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર કેટલાક પક્ષોએ એસબીઆઈ પાસેથી બોન્ડના યુનિક નંબરો માંગ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે તેમને નંબરોની જરૂર છે જેથી તે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી શકે. ભારતીય જનતા પાર્ટીએ જીમ્ૈંને આવી કોઈ અપીલ કરી નથી, પરંતુ તેમણે સંપૂર્ણ ડેટા આપ્યો છે. બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે, તેમને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ દાન મળ્યું નથી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) એ પણ કહ્યું કે તેમને પણ ચૂંટણી બોન્ડમાંથી દાન મળ્યું નથી. કોંગ્રેસે કહ્યું કે તે જીમ્ૈં દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલ ડેટા જાહેર કરશે.