Western Times News

Gujarati News

વિદ્યાર્થિનીઓએ ઘઉંની પરાળીમાંથી કોમ્પોઝિટ મટીરીયલ્સ તૈયાર કર્યું

પરાળને બાળવાથી થતા પ્રદૂષણને અટકાવવામાં રીસાયકલ કોમ્પોઝીટ ઉપયોગી થશે

સુરત, સુરતમાં ગાંધી સરકારી ઈજનેરી કોલેજ અને વીર નર્મદ યુનિવસીટીની વિધાર્થીનીઓએ ઉન, નારીયેળના, રેસા ઘઉની પરાળીમાંથી કોમ્પોઝીટ મટીરીયલ્સ તૈયાર કર્યું છે.

ગાંધી કોલેજની પર્યાવરણ ઈજેનેરીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હેતવી બુરખાવાળા અને વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવસીટીના માઈક્રોબાયોલોજી વિભાગની યાશી પટેલે વિવિધ પ્રકારના ટેક્ષટાઈલ વેસ્ટમાંથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટેના કોમ્પોઝીટ મટીરીયલ તૈયાર કર્યા છે.

ઘઉંની પરાળીમાં ખુબ જ મોટો પર્યાવરણીય પ્રશ્ન ઉભો થયો છે. પરાળને બાળવાથી ખુબ પ્રદુષણ થાય છે. જે મોટેભાગે પંજાબ, હરીયાણા અને દિલહીમાં પ્રદુષણનો પ્રશ્ન કરે છે. વિધાર્થીની દ્વારા પરાળીમાંથી રીસાયકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝીટ મટીરીયલ બનાવવામાં આવ્યું છે. જે ભવીષ્યમાં ઓટોમોબાઈલ તથા વિવિધ ઉધોગોમાં ઉપયોગમાં લઈ શકાશે.

આ પ્રોજેકટમાં બંને વિધાર્થીઓને મંત્રોના વૈજ્ઞાનીકો મુરતુજા ચન્નીવાલ અને શિવાની પ્રજાપતી તથા મંત્રાના ડાયરેકટર ડો.પંકજ તથા મંત્રાના ડાયરેકટર ડો.પકજ ગાંધીએ સંશોધન કાર્યમાં સહકાર આપ્યો હતો.

વિધાર્થીનીઓને વિવિધ પ્રકારના ટેક્ષટાઈલ ફાઈબર્સ વેસ્ટ મટીરીયલ્સ જેવા કે વિસકોસ, પોલીયેસ્ટર અને પાઈનેપલ ફાઈબર્સમાંથી કોમ્પોઝીટ શીટ તૈયાર કરી છે. જે નેચરલ ફાઈબરર્સ વેસ્ટ જેવા કે, ઉન, નારીયેળના રેસા, ઘઉંની પરાળીમાંથી તૈયાર કર્યું છે.

સંશોધનમાં વપરાશમાં લેવામાં આવેલી સંયુકત સામગ્રી એઅ બે કે તેથી વધુ ઘટક સામગ્રીઓમાંથી બનેલી ઈજનેરી સામગ્રી છે જે નોધપાત્ર રીતે અલગ ભૌતીક અથવા રાસાયણીક ગુણધર્મોો ધરાવે છે. જે જયારે જોડવામાં આવે છે. ત્યારે વ્યકિતગત ઘટકોથી અલગ લાક્ષણીકતાઓ ધરાવતી સામગ્રી ઉત્પન્ન કરે છે. એરોસ્પેસ, ઓટોમેટીવ અને દરીયાઈ ઉધોગોમાં તેમનાઉચ્ચ તાકાત-થી વજન ગુણોત્તરને કારણે માળખાકીય ઘટકો માટે કમ્પોઝીટનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.