Western Times News

Gujarati News

ડ્રગ્સ પેડલર અમદાવાદ યુનિવર્સિટીને ટાર્ગેટ કરી કોલેજીયનોને ડ્રગ્સના આદિ બનાવી રહ્યાં છે!

પ્રતિકાત્મક

અમદાવાદ યુનિવર્સિટીની બહાર ડ્રગ્સ વેચતો પેડલર ઝડપાયો-વિદ્યાના ધામમાં હવે નશાનો કારોબાર શરુ થઈ જતાં વિદ્યાર્થીનાં પરિવારજનો ચિંતીત

(એજન્સી)અમદાવાદ, વિદ્યાના ધામમાં હવે નશાનો કારોબાર શરુ થઈ જતાં વિદ્યાર્થીનાં માતા – પિતા સહિત પોલીસ હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. આમદાવાદમાં નશાનો કારોબાર બિલાડીના ટોપની જેમ ફૂટી રહ્યો છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે તેનાથી બાકાત નથી રહી.

ગુજરાત યુનિવર્સિટી તેમજ તેની આસપાસ આવેલી કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એમડી ડ્રગ્સ તેમજ ચરસનો જથ્થો આપનાર પોડલર્સની ધરપકડ એસઓજીની ટીમે કરી છે. શહેરની જાણીતી અમદાવાદ યુનિવર્સિટી  (AU University) બહાર આવેલા બસ સ્ટેન્ડ પાસે બાઈક પાર્ક કરીને પેડલર્સ વિદ્યાર્થીઓને ડ્રગ્સ વેચતો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ (SOG)ને બાતમી મળી હતી ગુજરાત યુનિવર્સિટી તેમજ તેની આસપાસ આવેલી તમામ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્તીઓને પેડલર્સ ડ્રગ્સસપ્લાયકરીને તેમને નશાના આદિ બનાવી રહ્યાં છે. બાતમીના આધારે એસઓજીની ટીમ વોચમાં હતી ત્યારે અમદાવાદ યુનિવર્સિટીની બહાર એકપેડલર્સને એમડી ડ્રગ્સ તેમજ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

અમદાવાદ યુનિવર્સિટી AMTS બસસ્ટેન્ડ પાસે એક યુવક કેટલાક વિદ્યાર્થીઓને ચીજ વસ્તુઓ આપી રહ્યો હતો. એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધો હતો અને નામ ઠામ પૂછ્યાં હતાં.યુવકનું નામ વસીમખાન પઠાણ છે. જે શાહપુરના કલ્યાણીવાડમાં રહે છે.જેની પાસેથી વ્હાઈટ પાઉડર તેમજ બ્રાઉન કલરનો પાઉડર મળી આવ્યો હતો.

એસઓજીએ વસીમખાન પઠાણને પાઉડરના મામલે પૂછતાં તે એમડી ડ્રગ્સ અને ચરસ હોવાની કબૂલાત કરી હતી. એસઓજીએ શૈક્ષણિક સંસ્થાઆએ હોવાના કારણે તેની અટકાયત કરીને જુહાપુરા ખાતે આવેલી વડી કચેરીએ લાવી હતી. જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. વસીમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એમડી ડ્રગ્સ મોઈન ઉર્ફે ભોટુ પાસેથી ખરીદીને લાવ્યો હતો જ્યારે ચરસનો જથ્થો આણંદ રેલવે સ્ટેશન બહારથી રાકિબ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.