IPL મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો રાત્રે 12 વાગ્યા સુધી દોડશે
અમદાવાદમાં IPL મેચોને ધ્યાનમાં રાખીને ૨૪/૦૩/૨૦૨૪, ૩૧/૦૩/૨૦૨૪ અને ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ફિકસ ₹ ૫૦ ના ભાડા પર મળતી સ્પેશ્યલ પેપર ટિકિટ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨૪ અને ૩૧ મી માર્ચ તથા ૪-એપ્રિલ ના રોજ યોજાનારી આગામી IPL -૨૦૨૪ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRC એ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.
૧. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિકસ ₹ ૫૦ રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
૨. IPL મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે ૦૮:૦૦ કલાકથી સ્પેશ્યલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે.
૩. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ અંગે GMRCના રાબેતા મુજબના નિયમો/પ્રક્રિયાઓ સ્પેશ્યલ પેપર ટિકીટ પર લાગુ પડશે.