હોળીમાં માંગ વધતાં છાણાનાં ભાવમાં વધારો
એક છાણાનાં બે રૂપિયા ભાવ છે, પોરબંદરમાં અઢી લાખ છાણાનો ઉપયોગ થવાનો અંદાજ
(એજન્સી)અમદાવાદ, પોરબંદરમા હોળી-ધુળેટીના તહેવારને લઇ તૈયારીઓ શરૂ થઇ છે. યુવક મંડળો અને સેવાભાવીઓ દ્વારા હોલીકા દહનને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા હોલીકા દહનની તૈયારીઓ શરૂ થઇ છે. હોલીકા દહનમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામા આવે છે.
હોળીની ઉજવણી કરતા યુવક મંડળો દ્વારા છાણા અને લાકડાની ખરીદી શરૂ કરી દેવામા આવી છે. બે રૂપિયાનું એક છાણું મળી રહ્યું છે. જિલ્લામાં અઢી લાખ છાણાનો ઉપયોગ થવાનો અંદાજ છે. પોરબંદરમા પશુપાલકો દ્વારા છાણા તૈયાર કરવામાં આવ્યાં છે. પશુપાલન સાથે જોડાયેલા પરિવારની મહિલા દ્વારા છાણ એકત્રીત કરી અને અને છાણા તૈયાર કરે છે.
પોરબંદરના રાંઘાવાવ અને સાન્દીપની સહિતના વિસ્તારોમા પશુપાલકો મોટી સંખ્યામા વસવાટ કરે છે અને તેમના દ્વારા છાણા તૈયાર કરવામા આવે છે. પશુપાલક હિરાભાઇ કોડીયાતરના જણાવ્યા અનુસાર તેમની પાસે ૨૫ જેટલા પશુઓ છે અને પરિવારની મહિલાઓ પશુઓનુ છાણ એકત્રીત કરી અને છાણા તૈયાર કરે છે. હોળીના પાંચ-સાત મહિના પૂર્વે છાણા તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવે છે.
આ વખતે એક છાણાનો ભાવ બે રૂપિયા જેવો છે. ગત વર્ષે માત્ર એક રૂપિયો ભાવ હતો. એક સમયમા લોકો ચૂલાનો ઉપયોગ કરતા હતાં. જેમા છાણાનો ઉપયોગ વધારે થતો હતો. જેના કારણે છાણાની માંગ પણ વધારે રહેતી હતી. હાલ સમય બદલાયો છે. ત્યારે દરેક લોકો ગેસનો ઉપયોગ કરતા થયા છે. જેના કારણે છાણાની માંગ ઘટવા લાગી છે અને માત્ર હોળીના તહેવારમા તેની માંગ જોવા મળે છે. તેમજ ગામડામાં લોકો છાણાની ચોરી કરે છે.
હોળીને લઇ યુવાનો છાણાની ચોરી કરવા જતા હોય છે. હોળીને હવે ગણતરીના દિવસો જબાકી રહ્યાં છે ત્યારે યુવાનો રંગોના પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યાં છે. રાજ્યમાં હોળી પૂર્વે બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ જતી હોવાથી વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.