મૃત્યુ પણ સુંદર હોઈ શકે છે… નર્સે કર્યો દાવો
જયારે અંતિમ ક્ષણ નજીક આવે ત્યારે દેખાય છે આ ૪ લક્ષણો !
(એજન્સી)ન્યુયોર્ક, આટલા વર્ષોથી મૃત્યુ એક રહસ્ય જ છે. જો તમને લાગે કે, મૃત્યુ હંમેશા પીડાદાયક અથવા દુઃખદ હોય છે, તો આ નર્સે દાવો કરે છે કે તે સુંદર પણ હોઈ શકે છે. આઅ વાત તેણે પોતાના અનુભવથી કહી છે.
આપણે બધાએ સાંભળ્યું છે કે જીવનનું છેલ્લું સત્ય મૃત્યુ છે અને તે હંમેશાં માટે આપણા પ્રિયંજનોથી અલગ થવાના દુખથી ભરેલું હોય છે. જયારે કોઈ વ્યકિત આ દુનિયામાંથી જાય છે. ત્યારે તેની છેલ્લી ક્ષણો હંમેશા દુઃખ અને લાગણીઓની ભરેલી હોય છે. ફકત ઋષી-મુનીઓ જ તેમના મૃત્યુને ઓળખે છે. અને તેને સ્વીકારવાની હિંમત ધરાવે છે. જોકે, સામાન્ય માણસ આનાથી ડરી જાય છે.
આટલો વર્ષોથી મૃત્યુ એક રહસ્ય જ છે. પરંતુ જો તમને લાગે કે મૃત્યુ હંમેશા પીડાદાયક અથવા દુઃખદ હોય છે. તો એક નર્સે દાવો કરે છે. કે, તે સુંદર પણ હોઈ શકે છે. આ વાત તેણે પોતાના અનુભવી કહી છે. એક અહેવાલ મુજબ ૪૧ વર્ષીય અમેરીકન નર્સ જુલી મેકફેડનનો દાવો છે કે, જેઓ મૃત્યુ નજીક આવે છે. ત્યારે દરેક વ્યકિત જુદી જુદી પ્રતિક્રિયા આપે છે.
લોસએન્જલસમાં રહેતી નર્સ જુલીએ પોતાની કારકીર્દીમાં ઘણા લોકોને મરતા જોયા છે. તેણે સોશીયલ મીડીયા પરના તેના એક લેટેસ્ટ વીડીયોમાં કહયું છે. કે જયારે મૃત્યુ નજીક આવે છે. ત્યારે એક ખાસ વસ્તુ જોવા મળે છે. ડેથ સ્ટેટર એટલે કે દર્દી તેના મૃત્યુ જોઈ રહયો છે. તે સમયે તમે તેની આંખો સામે આંગળી ચીધો તો પણ તે પ્રતિક્રિયા આપતો નથી. તેના મૃત્યુ તરફ જોતી વખતે કયારેક તે શાંત હોય છે. અને કયારેક તે માત્ર તાકી રહે છે.
આટલું જ નહી કેટલાક લોકોને મૃત્યુ એટલું સુંદર અને શાંતીપુર્ણ લાગે છે. તેમના ચહેરા પર સ્મિત હોય છે. અને તેઓ ખૂબ ખુશ દેખાય છે. તેમણે કોઈ ડર લાગતો નથી. આ મૃત્યુના થોડા અઠવાડીયા પહેલા શરૂ થઈ શકે છે. ઘણી વખત તે મોત સાથે વાત પણ કરતા જોવા મળે છે. આ સિવાય જુલીએ કહયું કે જયારે મૃત્યુ નજીક આવે છે.
ત્યારે લોકો તેમના મૃત સ્વજનો સાથે વાત કરવાનું શરૂ કરે છે. ૩૦ ટકા દર્દીઓમાં એવું જોવા મળે છે. કે, કોઈ વ્યકિત મૃત્યુ પામે તે પહેલા ઉર્જાના નાનો વિસ્ફોટ થાય છે. જેનું ટર્મીનલ એસીડીટી કહેવાય છે.
જુલી આને એક સામાન્ય રહસ્યમય ઘટના માને છે. આ સિવાય અન્ય એક લક્ષણને ડેથ રીચ કહેવામાં આવે છે. આ ઘટના ત્યારે બને છે. કોઈનું મૃત્યુ થવાનું હોય છે. તેને એવું લાગે છે. કે, તે મરતા પહેલા જ ટોચ પર પહોચી ગયો છે.